• Home
  • News
  • સુનિલ શેટ્ટીના ઘરે ડબલ સેલિબ્રેશન: આ વર્ષે દીકરી અથિયા પ્રેમી ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે તો દીકરો અહાન ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ સાથે ફેરા ફરશે
post

અહાન શેટ્ટી તથા તાનિયા વચ્ચે 2015થી સંબંધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-22 13:40:05

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના ઘરે ટૂંક સમયમાં જ ડબલ સેલિબ્રેશન જોવા મળશે. સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી (29) લોંગ ટાઇમ પ્રેમી લોકેશરાહુલ (29) સાથે તથા દીકરો અહાન શેટ્ટી (26) ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે ફેરા ફરવાના છે. એક જ વર્ષમાં બંનેનાં લગ્ન થશે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'ના રિપોર્ટ પ્રમાણે, સુનીલ શેટ્ટીના નિકટના મિત્રે આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે, અથિયા-રાહુલના લગ્ન આ વર્ષે થઈ જશે એ નક્કી છે, તો અહાન પણ આ વર્ષે લગ્ન કરીને સેટલ થવા માગે છે. માનવામાં આવે છે કે બંને લગ્ન આ જ વર્ષે યોજાશે.

સુનીલ શેટ્ટીએ લગ્નની વાત નકારી
સોશિયલ મીડિયામાં દીકરા-દીકરીના લગ્નની વાતો વહેતી થતાં જ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેટરીના-વિકી કૌશલના લગ્ન પણ સિક્રેટ રાખવામાં આવ્યા હતા અને છેક છેલ્લી ઘડી સુધી લગ્ન હોવાની વાતનો ઇનકાર કરવામાં આવતો હતો.

ગયા વર્ષે સંબંધો ઓફિશિયલ કર્યા
રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.'

ત્યાર બાદ પહેલી ડિસેમ્બર, બુધવારના રોજ ફિલ્મ 'તડપ'નો પ્રીમિયર શો મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. અથિયા શેટ્ટીનો ભાઈ અહાન શેટ્ટીએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ પ્રસંગે અથિયા પ્રેમી રાહુલના હાથોમાં હાથ નાખીને આવી હતી. અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.

પરિવાર સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી
રાહુલે સુનીલ શેટ્ટીના પૂરા પરિવાર સાથે પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા. આ જ ઇવેન્ટમાં અહાન શેટ્ટીની પ્રેમિકા તાનિયા શ્રોફ પણ આવી હતી. બંને વચ્ચે 2015થી સંબંધો છે.