• Home
  • News
  • અમદાવાદના ડૉ. નૂપુર ત્રિવેદી સૌથી નાની વયના ડેન્ટલ એન્ટરપ્રિન્યોર
post

તેમણે વર્ષ 2022માં સૌથી નાની વયના ડેન્ટલ એન્ટરપ્રિન્યોરનું સન્માન પ્રાપ્ત કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-16 12:20:21

અમદાવાદ : ડેન્ટલ સાયન્સ ફેકલ્ટીમાં ડૉ.નૂપુર ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું છે. ડૉ.નૂપુર ત્રિવેદીને યંગેસ્ટ એચિવર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેની સાથે જ તેમણે વર્ષ 2022માં સૌથી નાની વયના ડેન્ટલ એન્ટરપ્રિન્યોરનું સન્માન પ્રાપ્ત કર્યું છે. આ સિવાય તેમને બેસ્ટ સાયન્ટિફિક પ્રેઝન્ટેશન માટે ઈન્ડિયન પ્રોસ્થોડોન્ટિક સોસાયટીના 24માં પોસ્ટ ગ્રેજ્યુએટ કોન્વોકેશનમાં પ્રો.ડૉ.ઈ.જી.આર.સોલોમન એવોર્ડ-2022 પણ એનાયત કરવામાં આવ્યો. સાથે જ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા મહિલા દિવસ નિમિત્તે એટલે કે 8 માર્ચે નૂપુર ત્રિવેદીની અસાધારણ સિદ્ધિઓ બદલ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. જે રીતે નૂપુર ત્રિવેદીએ નાની ઉંમરમાં જે સિદ્ધિ હાંસલ કરી છે તેનાથી તેમણે પોતાના માતા-પિતા અને શહેરને ગૌરવ અપાવ્યું છે.


ડૉ.નૂપુર ત્રિવેદીની સિદ્ધિઓ:

1.    ડેન્ટલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર 2022

2.    યંગેસ્ટ એચિવર ઓફ ધ યર એવોર્ડ 2022

3.    પ્રો.ડૉ.ઈ.જી.આર.સોલોમન એવોર્ડ-2022

4.    સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા બહુમાન

5.    એશિયા પેસિફિક ડેન્ટલ એક્સેલેન્સ એવોર્ડ (ડેન્ટલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર 2022)

6.    એશિયા પેસિફિક ડેન્ટલ એક્સેલન્સ એવોર્ડ (યંગેસ્ટ એચિવર ઓફ ધ યર એવોર્ડ 2022)

 

adv

Related News

post
post
post
post
post
post
post