• Home
  • News
  • ડ્રોન સર્વેઇલન્સથી લૉકડાઉન દરમિયાન રાજપીપલામાં મદરેસામાં નમાઝ પઢતાં મૌલવી સહિત 34 પકડાયા
post

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે રાજ્યમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-30 10:27:34

રાજપીપલા: ઘરની બહાર રખડતા લોકોને પકડવા માટે રાજપીપલા પોલીસે ડ્રોન સર્વેલન્સથી ચેકિંગ હાથ ધરતાં રવિવારે કસબાવાડની મદરેસા એ ગોષીયા ફૈઝારેનઝામાં નમાઝ પઢતા લઘુમતી કોમના લોકો ઝડપાઇ ગયા હતાં. પોલીસે મૌલવી સહિત 34 સામે ધી એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. દેશમાં આ પ્રકારના આ પહેલો ગુનો નોંધાયો છે.


લઘુમતી કોમના લોકો ઉપરના માળે જતાં હોવાનું દેખાયું હતું

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે રાજ્યમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે તેમ છતાં અનિવાર્ય સંજોગો સિવાય લોકો ઘરની બહાર ફરવા નીકળતાં રાજ્ય પોલીસવડાએ દરેક શહેર-જિલ્લામાં ડ્રોનથી સર્વેલન્સ ચાલુ કરાવી ગુનો નોંધવાની સૂચના આપી હતી.  સર્વેલન્સ કરતાં મદરેસા એ ગોષીયા ફૈઝાનેરઝામાં કેટલાક લઘુમતી કોમના લોકો ઉપરના માળે જતાં હોવાનું દેખાયું હતું. પોલીસની ટીમો તુરંત જ સ્થળ પર પહોંચતા 40 બાય 60ના હોલમાં મૌલવી સહિત 34 લોકો નમાજ અદા કરી રહ્યા હતાં. નમાજ પૂરી થતાં જ પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post