• Home
  • News
  • DSP દેવિંદર પાકિસ્તાની હાઇકમિશનના અધિકારી સાથે જોડાયેલો હતો, તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ભરતી અને ટેરર ફન્ડિંગમાં સામેલ હતો
post

આતંકી ષડયંત્ર મામલે DSP દેવિંદર અને હિઝબુલના આતંકવાદીઓ વિરુદ્ધ NIAએ ચાર્જશીટ દાખલ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 10:22:14

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં આતંકી ષડયંત્ર રચવાના મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આરોપી ડેપ્યુટી એસપી દેવિંદર સિંહ, હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી સૈયદ નવીદ મુશ્તાક ઉર્ફ નવીદ બાબૂ, રફી અહમદ રાઠર, તનવીર અહેમદ વાની, સૈયદ ઇરફાન અને વકીલ ઇરાફન શફી મીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. 

ભાસ્કરને જાણકારી મળી છે કે NIAની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ લગાતાર પાકિસ્તાની હાઇકમિશનના અધિકારીઓના સંપર્કમાં હતા. હાઇકમિશનમાં એક અધિકારી શફાકત આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. પરંતુ હકીકતમાં તે જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓની ભરતી, ટેરર ફાઇનાન્સિંગ અને હવાલાનો વેપાર કરતો હતો. 

આ અધિકારીઓએ દેવિંદરને ગુપ્ત સૂચનાઓ આપવા માટે તૈયાર કર્યો હતો. દેવિંદર પણ તેમની સાથે લગાતાર સિક્યોર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરતો હતો. દેવિંદરને 11 જાન્યુઆરી 2020ના આતંકવાદી નવીદ સાથે પકડવામા આવ્યો હતો. 

NIAની ચાર્જશીટમાં લાગેલા આરોપ

·         NIAએ છ મહિના બાદ ચાર્જશીટ રજૂ કરી છે. NIAએ કહ્યું કે દેવિંદરે નવીદબાબૂ, ઇરફાન શફી મીર, ઇરફાન એહમદ માટે જમ્મૂમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. 

·         દેવિંદરે હિઝબુલના આ આતંકવાદીઓ માટે આવવા જવા માટે પોતાના વાહનનો ઉપયોગ કર્યો હતો. તે સિવાય હથિયારો આપવાનું  પણ વચન આપ્યું હતું. 

·         દેવિંદર પાકિસ્તાની હાઇકમિશનના અમુક અધિકારીઓ સાથે સિક્યોર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાતાર વાતચીત કરતો હતો. બધા આરોપી હાઇકમિશનમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા શફાકત સાથે લગાતાર સંપર્કમાં હતા. તે હવાલા, ટેરર ફન્ડિંગ અને આતંકવાદીઓની ભરતીમાં સામેલ હતો. પાકિસ્તાની અધિકારીઓએ દેવિંદરને ગુપ્ત સુચનાઓ આપવા માટે તૈયાર કર્યો હતો. 

દેવિંદરની મદદથી નવીદ બાબૂને હથિયાર મળતા હતા
NIA
તપાસમાં ખુલાસો થયો છે કે પૂર્વ કોન્સ્ટેબલ નવીદ બાબૂ જમ્મૂ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ અમુક હત્યાઓમાં સામેલ હતો. તે ભોળા મુસ્લિમ યુવાઓને હિઝબુલમાં સામેલ કરતો હતો. તેને એલઓસી ટ્રેડર તનવીર અહમ વંત પાસેથી ફન્ડિંગ મળતું હતું. તનવીર તેને પીઓકે સ્થિત વેપારીઓની મદદથી ફન્ડ ઉપલબ્ધ કરાવતો હતો. 
નવીદ બાબૂ બોર્ડર પારથી હથિયાર તસ્કરોની મદદથી હથિયારો મેળવતો હતો. તે સિવાય દેવિંદર પણ તેને હથિયાર પૂરા પાડતો હતો. આ હથિયારોનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થતો હતો. 

પાકિસ્તાનમાં હિઝબુલ કમાન્ડર અને ISI અધિકારીઓને આરોપી મળ્યા હતા
દરેક આરોપી પાકિસ્તાન સ્થિત હિઝબુલ મુજાહિદ્દીન અને પાકિસ્તાની એજન્સીઓ સાથે મળીને ભારતમાં હિંસક ગતિવિધિઓને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. એક આરોપી ઇરફાન શફી મીરે પાકિસ્તાનમાં હિઝબુલના ટોપ કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી. તે સિવાય તે ISIના ઉમર ચીમા, એહસાન ચૌધરી અને સુહેલ અબ્બાસને પણ મળ્યો હતો. 


ઈરફાનને હવાલા માટે નવી ચેનલ એક્ટિવેટ કરવાની જવાબદારી આપવામા આવી હતી જેથી આતંકી ગતિવિધિઓને ફન્ડિંગ મળી શકે. મીર સાથે પાકિસ્તાની હાઇકમિશના અધિકારીઓ લગાતાર સંપર્કમાં હતા. તેઓ મીરને ફન્ડ પૂરૂ પાડતા જેથી ભારત સરકાર વિરુદ્ધ સેમિનાર કરાવી શકાય અને ભીડ એકઠી કરી શકાય. મીરને પૈસા અને આદેશ હાઇકમિશન તરફથી મળતા હતા. મીરની મદદથી ઘણા કાશ્મીરીઓને વીઝા પર પાકિસ્તાન મોકલવામા આવ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post