• Home
  • News
  • સૂર્યગ્રહણને કારણે દિવાળી પછી પડતર દિવસ, બેસતુ વર્ષ 26 ઓક્ટોબરે ઉજવાશે
post

આ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર મંગળવારે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થનાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-10 19:14:58

અમદાવાદ: દિવાળીને બીજા જ દિવસે ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ હોવાથી આ દિવસને પડતર દિવસ ગણવામાં આવશે અને ત્યારબાદ 26 ઓક્ટોબર બુધવારે બેસતુ વર્ષ ઉજવાશે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષીએ જણાવ્યું કે આ થનારૂ ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિક્રમ સંવત 2078 નું છેલ્લું અને વર્ષના છેલ્લા દિવસે થનાર ગ્રહણ હશે. 

આ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર મંગળવારે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થનાર છે. સાંજે 4.28 મિનિટ અને 21 સેકન્ડએ સૂર્યગ્રહણ શરૂ થશે. સાંજે 6.32 મિનિટ અને 11 સેકન્ડએ ગ્રહણ પૂર્ણ થશે. જે જગ્યાએ ગ્રહણ પૂર્ણ થતાં પહેલાં જ સૂર્ય અસ્ત થશે, ત્યાં સૂર્યાસ્ત સાથે જ ગ્રહણ પૂર્ણ થઈ જશે.

ખગોળ અને ધર્મની દૃષ્ટિએ જ્યારે ચંદ્ર પરિક્રમા કરીને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને આ ત્રણેય ગ્રહો એક સીધી લાઇનમાં હોય છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને જ્યાં ચંદ્રનો પડછાયો પડે છે, ત્યાં સૂર્ય દેખાતો નથી જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે પરંતુ સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણની અસરો પૃથ્વી પર નિવાસ કરતા લોકો ઉપર અચૂક પડે છે ભૂતકાળમાં પણ કેટલાય સૂર્યગ્રહણો એ તીવ્ર અસર કરી છે. ધાર્મિક રીતે ગ્રહણ સમયે કોઈ પણ શુભ કાર્યો કરાતા નથી માટે પેઢી ખોલવાનું શુભ મુહૂર્ત પણ કરાય નહીં 

જો વાત કરીએ આ સૂર્ય ગ્રહણની તો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે જેથી તેનો સંપૂર્ણ દોષ લાગશે માટે પાડવાનું  રહેશે જેથી 25 ઓક્ટોબર મંગળવારે આ ગ્રહણ થવાનું હોવાથી આ દિવસ પડતર દિવસ ગણાશે જેથી નવા વેપાર ધંધાનું શુભ મુહૂર્ત આ દિવસે નહીં કરાય. કારણકે સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે  જેથી સૂતક 25 ઓક્ટોબર મંગળવારે વહેલી સવારે 4.28 મિનિટથી શરૂ થશે. જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે ગ્રહણનું સૂતક પણ સમાપ્ત થઈ જશે આમ પૂરા દિવસ સૂતક રહેશે માટે જ બીજા દિવસે 26 ઓક્ટોબર બુધવારે નવા વર્ષની પેઢી ખોલવાનું મુહૂર્ત કરાશે

 

adv

Related News

post
post
post
post
post
post
post