• Home
  • News
  • લૉકડાઉન હોવાને કારણે કાજોલને માતા તનુજાની યાદ આવી
post

કાજોલે માતાની જૂની તસવીર શૅર કરીને કહ્યું હતું, ફ્લેશબેક ફ્રાઈડે... મિસ માય મોમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 11:41:12

મુંબઈ: હાલમાં દેશભરમાં લૉકડાઉન હોવાને કારણે બોલિવૂડ સેલેબ્સ ઘરમાં જ છે. કાજોલ પણ સેલ્ફ આઈસોલેશનમાં છે. આ સમય દરમિયાન કાજોલ પોતાની માતા તનુજાને ઘણી જ યાદ કરે છે. કાજોલે હાલમાં જ માતા સાથેની જૂની તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
કાજોલે માતાની જૂની તસવીર શૅર કરીને કહ્યું હતું, ફ્લેશબેક ફ્રાઈડે... મિસ માય મોમ (45 દિવસ ક્વોરન્ટીન એનિવર્સરી) 

થોડાં દિવસ પહેલાં જ કાજોલે દીકરી ન્યાસાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તે હવે પુખ્તવયની થવા આવી. 17 વર્ષની થઈ. વિશ્વની સૌથી સુંદર યુવતીને જન્મદિવસની શુભેચ્છા. આ વીડિયોમાં ન્યાસાના નાનપણથી લઈ અત્યાર સુધીની તસવીરો હતી. 

કપડાં બનાવવામાં વ્યસ્ત
લૉકડાઉનમાં મોટાભાગના સ્ટાર્સ વર્કઆઉટ, કુકિંગ તથા ઘરની સાફસફાઈ કરતાં વીડિયો શૅર કરે છે. કાજોલે કહ્યું હતું કે હાલમાં તે ગૂંથણકળામાં વ્યસ્ત છે. તેણે બહુ સમય પહેલાં આ શીખ્યું હતું પરંતુ બિઝી વર્ક શિડ્યૂઅલને કારણે તેને બિલકુલ સમય મળ્યો નહોતો. હાલમાં તેની પાસે સમય છે અને તેથી જ તેણે ગૂંથણકળા પર હાથ અજમાવવાનું નક્કી કર્યું છે. તેણે ન્યાસા માટે એક ડ્રેસ બનાવ્યો અને હવે તે યુગ માટે કંઈક બનાવી રહી છે. તેમની પાસે અલગ-અલગ શોખ હોવાથી ઘરમાં કોઈને કંટાળો આવતો નથી. તે આ સમયને હકારાત્મકતાથી લે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post