• Home
  • News
  • DyCM નીતિન પટેલનો ઘટસ્ફોટ, ‘કોંગ્રેસે અમારા MLAને ખરીદવા ઓફર કરી હતી, તે સમય આવતા જાહેર કરીશું’
post

ભારતની સૌથી મોટી હોસ્પિટલનું આગામી 24 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 15:33:24

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક પુરી થયા બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ જણાવ્યું હતું કે ભરૂચમાં મેડિકલ કોલેજને સરકારની મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રથમ વર્ષે 150 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. ગુજરાતમાં કુલ 35 મેડિકલ કોલેજ હોવાની વાત કરતા જણાવ્યું હતું કે શહેરની UN મહેતા હોસ્પિટલનું 24મીએ લોકાર્પણ થનાર છે તેનું લોકાર્પણ PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે.

ભારતની સૌથી મોટી હોસ્પિટલનું આગામી 24 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં આ નવજાત શિશુથી માંડીને વૃદ્ધો સુધી કોઈપણ ને હૃદયની તકલીફ હોય તેને સારવાર આપવામાં આવશે. પ્રધાનમંત્રી દિલ્હીથી સવારે 10:30 કલાકે ઈ લોકાર્પણ કરશે. રૂ.470 કરોડના ખર્ચે હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.


રાજ્યમાં પેટાચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે બન્ને પાર્ટીના નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ખરીદ વેચાણવાળા મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પર નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો નથી. એટલે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ કામ રહ્યું નથી. નીતિન પટેલે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય ખરીદવા કોંગ્રેસ દ્વારા ઓફર કરાઈ હતી. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોને ઓફર કરાઈ હોવાનો ઘટસ્ફોટ નીતિન પટેલે કર્યો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે અમારા ધારાસભ્યોને પક્ષ વિરૂદ્ધ મતદાન કરવા ઓફર કરાઈ હોવાની વાત કરી છે. કોંગ્રેસ પાસે આક્ષેપ કરવા સિવાય કશું નથી. જૂથબંધીથી નારાજ ધારાસભ્યો રાજીનામું આપે રહ્યા છે. કોંગ્રેસમાં મોટો આંતરિક કલંહ જ બધા મુદ્દાઓનું જડ છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા તેવા કોંગ્રેસના નિવેદન પર ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અમિતભાઈ હાલ પાયાવિહોણા આક્ષેપો કરે છે. કોંગ્રેસમાં આંતરિક વિવાદને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં આપે છે. ભરતસિંહ સોલંકીને કોંગ્રેસના પ્રથમવાર રાજ્યસભા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોમાં એ વખતે અસંતોષ ઉભો થયો હતો. રાજીવ શુક્લા અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા.

ભરતસિંહ સોલંકીને પસંદ નહોતા કર્યા, ત્યારે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યોએ બળવો કર્યો હતો. અમિતભાઈને યાદ કરાવવું જરૂરી છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યોએ પણ અમારા ધારાસભ્યોને ઓફર કરી હતી, તે તમામ વસ્તુઓની જાણકારી અમારી પાસે છે. કોંગ્રેસે અમારા કયા ધારાસભ્યને કેટલી રકમની ઓફર કરી છે તે સમય આવે ત્યારે જાહેર કરવામાં આવશે, હાલ એ સમય નથી.

ગિરનાર રોપ-વે અને ખેડૂતોને વીજળી અંગે તેઓએ જણાવ્યું હતું કે, ગિરનારના રોપ-વેનું પણ પીએમ મોદી લોકાર્પણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનો સૌથી મોટો ઊંચાઈ ધરાવતો રોપ-વે ગિરનાર ખાતે બનીને તૈયાર થઈ ગયો છે. રોપ-વેની આ વિશેષ સુવિધા આપવામાં આવી છે. ગિરનાર રોપ વેને લઈ આજે એક મોટા સમાચાર એ મળી રહ્યા છે કે હજુ સુધી રોપ-વેને ક્લિયરન્સ સર્ટી મળ્યું નથી. ક્લિયરન્સ સર્ટી અંગે નીતિન પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્લિયરન્સ સર્ટીની પ્રક્રિયા ચાલુ જ છે. એ પૂર્ણ થયા બાદ જ સેવા ચાલુ થશે.

પાછોતરા વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે પણ નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાન થયું છે. પરંતુ અમે અહેવાલ બાદ વળતર અંગે નિર્ણય કરીશું. પાછળના વરસાદથી નુકશાન છે. તેના માટે કલેકટર અને કૃષિ વિભાગને ખેડૂતોએ અહેવાલો મોકલે છે. સૌરાષ્ટ્રમા અને અન્ય વિસ્તારોમાં નુકશાન સંદર્ભે અહેવાલ આવ્યા બાદ વળતર આપવુ કે કેમ તેને લઈ યોગ્ય નિર્ણય કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post