• Home
  • News
  • દિલ્હી-NCR સહીત 5 રાજ્યોમાં ભૂકંપ:લગભગ 30 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા, 5.8ની તીવ્રતા; ભૂકંપનું એપી સેન્ટર નેપાળ
post

નવા વર્ષની શરૂઆત બાદ રાજધાનીમાં ભૂકંપની આ ત્રીજી ઘટના છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-24 18:47:04

દિલ્હી-NCRમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ બપોરે 2.28 વાગ્યે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાલિકાથી 12 કિલોમીટર દૂર હતું. એની અસર નેપાળ, ભારત અને ચીન સુધી થઈ છે. દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, યુપી, હરિયાણામાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની અંદર 10 કિમી ઊંડાઈએ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

નવા વર્ષની શરૂઆત બાદ રાજધાનીમાં ભૂકંપની આ ત્રીજી ઘટના છે. આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCR અને કાશ્મીરમાં સાંજે 7.56 કલાકે ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 79 કિમી દૂર હિન્દુ કુશ વિસ્તાર હતો.

દિલ્હીમાં નવા વર્ષના દિવસે પણ ભૂકંપ આવ્યો હતો
નવા વર્ષના પહેલા દિવસે, એટલે કે રવિવારે મોડી રાત્રે દિલ્હીમાં પણ ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ રાત્રે 1:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું. એની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. જોકે એમાં કોઈ નુકસાન થયું ન હતું.

નવેમ્બરમાં પણ ત્રણ વખત ભૂકંપ આવ્યો હતો
આ પહેલાં 29 નવેમ્બરે પણ દિલ્હી-NCRમાં ભૂકંપ આવ્યો હતો. એ સમયે રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી. દિલ્હીનું પશ્ચિમ ક્ષેત્ર ભૂકંપનું કેન્દ્ર હતું, જેની ઊંડાઈ 5 કિમી હતી.

આ પહેલાં 12 નવેમ્બરે પણ દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો ઘર અને ઓફિસમાંથી દોડીને બહાર આવી ગયા હતા. ત્યારે દિલ્હી સિવાય નોઈડા, ગાઝિયાબાદ, બિજનૌરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દિલ્હી-એનસીઆરમાં ત્રણ ફોલ્ટલાઇન
દિલ્હી-એનસીઆરમાં ત્રણ ફોલ્ટલાઈન છે. જ્યાં ફોલ્ય ઈન હોય છે ત્યાં જ ભૂકંપનું એપી સેન્ટર બને છે. દિલ્હી-એનસીઆરમાં જમીનની નીચે દિલ્હી- મુરાદાબાદ ફોલ્ટલાઈન, મથુરા ફોલ્ટલાઈન પણ છે. ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, ભૂકંપનું સાચું કારણ ટેક્ટોનિક પ્લેટોની ઝડપી હલચાલ હોય છે.

આ ઉપરાંત ઉલ્કા અસર અને જ્વાળામુખી વિસ્ફોટ, માઈન ટેસ્ટિંગ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગના કારણે પણ ભૂકંપ આવે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ સ્કેલ પર, 2.0 અથવા 3.0ની તીવ્રતાનો ભૂકંપ હળવો હોય છે, જ્યારે 6 તીવ્રતાનો અર્થ ભારે ભૂકંપ હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post