• Home
  • News
  • સામાન્ય પવન ફૂંકાતા કરતારપુર ગુરૂદ્વારાના આઠ ગુંબજ પડી ગયા, બે વર્ષ પહેલા નિર્માણ થયું હતું, શીખ સમુદાય નારાજ
post

ઐતિહાસિક શીખ ધર્મસ્થળના પુનર્નિમાણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 10:27:16

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારના આઠ ગુંબજ શનિવારે સામાન્ય પવન ફૂંકાતા પડી ગયા હતા. તેનું નિર્માણ બે વર્ષ પહેલા 2018માં થયું હતું. હવે કન્સ્ટ્રક્શન ક્વોલિટી પર સવાલ ઉભા થયા છે. પાકિસ્તાનમાં શીખ સમુદાય આ ઘટનાથી નારાજ છે. લોકોનું કહેવું છે કે ઈમરાન સરકારમાં કોઇ અન્ય ધર્મને સન્માન નથી મળતું. લોકોનો એ પણ આરોપ છે કે ઈમરાન માટે કરતારપુર માત્ર એક પોલિટિકલ સ્ટન્ટ હતો. 

શીખોના બે ધર્મસ્થળ
પાકિસ્તાનમાં શીખોના બે પવિત્ર તીર્થસ્થળ છે. લાહોરથી લગભગ 75 કિલોમીટર દૂર નનકાના સાહિબ છે. આ ગુરૂનાનકદેવજી મહારાજનું જન્મસ્થળ છે. બીજું છે કરતારપુર. અહીં ગુરુનાનકદેવ અંતરધ્યાન થયા હતા. તે લાહોરથી લગભગ 117 કિલોમીટર દૂર છે. કરતારપુર સાહિબમાં ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ગત વર્ષે નવેમ્બરમાં બન્ને દેશોના પ્રધાનમંત્રીઓએ પોતાના દેશમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત-પાકિસ્તાન બોર્ડરથી કરતારપુર 3.80 કિલોમીટર દૂર છે. ગુરૂનાનકદેવજી તેમની 4 પ્રસિદ્ધ યાત્રાઓ પૂર્ણ કરીને 1522માં પરિવાર સાથે કરતારપુરમાં રહેવા લાગ્યા હતા. 

 

ગુંબજ ફાઇબરથી બનાવવામાં આવ્યા હતા
કરતારપુર ગુરદ્વારાનો જિર્ણોદ્ધાર અને રંગરોગાન કરવામાં આવ્યું હતું. આ પરિસરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુંબજોના નિર્માણમાં સિમેન્ટ, લોઢું અને કોંક્રીટનો ઉપયોગ નથી થયો. આ ગુંબજ ફાઇબરથી બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે ફાઇબર પણ હલકી ગુણવત્તાનું હતું. તે સામાન્ય પવનનો જોર પણ સહી ન શક્યા. 

adv

Related News

post
post
post
post
post
post
post