• Home
  • News
  • ચૂંટણીપંચે આપ્યો રિમોટ વોટિંગ સિસ્ટમનો ડેમો:8 નેશનલ અને 57 સ્ટેટ પાર્ટીઓએ જોયું RVMનું વર્કિંગ, વિપક્ષોએ કર્યો વિરોધ
post

દિગ્વિજયે કહ્યું, "RVMની સિસ્ટમ હજુ ઘણી અધૂરી છે. આમાં ભારે રાજનીતિક વિસંગતતા અને સમસ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 19:08:34

નવી દિલ્હી: ચૂંટણીપંચે સોમવારે રાજનીતિક દળોના પ્રતિનિધિઓને પ્રવાસી મતદાતાઓ માટે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (આરવીએમ) પ્રોટોટાઇપ બતાવ્યું. આ ડેમોસ્ટ્રેશન માટે પોલ પેનલે આઠ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય દળો અને 57 માન્યતા પ્રાપ્ત રાજ્યનાં દળોને બોલાવ્યાં હતાં. રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે RVMની મદદથી હવે ઘરથી દૂર, કોઇ બીજા શહેર અને રાજ્યમાં રહેનાર વોટર વિધાનસભા/લોકસભાની ચૂંટણીમાં વોટ નાખી શકશે. એટલે કે વોટિંગ માટે તેમને તેમના ઘર નહીં જવું પડે.

વિપક્ષોએ કર્યો RVMનો વિરોધ
આ બાજુ કોંગ્રેસે રવિવારે રિમોટ વોટિંગ મશીન (RVM)પર ચર્ચા માટે સર્વદળની બેઠક બોલાવી હતી. બેઠકની અધ્યક્ષતા દિગ્વિજય સિંહે કરી. આ દરમિયાન સામેલ થયેલા જેડીયૂ, શિવસેના, નેશનલ કોંગ્રેસ, માકપા, ઝામુમો, રાજદ, પીડીપી, વીસીકે, આરયૂએમએલ, રાકાંપ અને સપા સહિત16 દળો સામેલ થયાં. આ બધાંએ RVM પ્રપોઝલનો વિરોધ કર્યો.

દિગ્વિજયે કહ્યું, "RVMની સિસ્ટમ હજુ ઘણી અધૂરી છે. આમાં ભારે રાજનીતિક વિસંગતતા અને સમસ્યા છે. પ્રવાસી શ્રમિકોની પરિભાષા અને પ્રવાસી શ્રમિકોની સંખ્યા સ્પષ્ટ નથી. અમે RVMનું સમર્થન નથી કરતા."

પત્ર લખી સૂચનો પણ મંગાવ્યાં હતાં
રિમોટ EVMના પ્રદર્શન દરમિયાન ચૂંટણીપંચની ટેક્નિકલ એક્સપર્ટ કમિટીના સદસ્યો પણ હાજર રહેશે. પ્રોટોટાઇપના ડેમો માટે પાર્ટીઓને બોલાવવા સાથે પોલ પેનલે ટેક્નોલોજી પર એક નોટ પણ જાહેર કરી હતી. RVMના ઉપયોગની અનુમતિ આપવા માટે કાનૂનમાં જરૂરી ચેન્જીસ જેવા મુદ્દા પર પાર્ટીઓ પાસે જાન્યુઆરી અંત સુધી સૂચનો મંગાવ્યાં છે.

EVM ઇન્ટરનેટ સાથે ક્નેક્ટ નહીં હોય
ચૂંટણીપંચના અધિકારીઓએ દૂર-સુદૂરનાં બૂથો પર નંખાનારા વોટોની ગણતરી અને બીજાં રાજ્યોમાં રિટર્નિંગ ઓફિસરને તેમના બૂથ સુધી મોકલવા એક ટેક્નિકલ પડકાર માનવામાં આવે છે. આયોગનું કહેવું છે આરવીએમને એક મજબૂત, ફેલપ્રુફઅને અસરદાર સ્ટેન્ડ-અલોન સિસ્ટમના રૂપે વિકસિત કરવામાં આવશે. આ હમણાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર જ આધારિત હશે, પરંતુ ઇન્ટરનેટ સાથે કનેક્ટ નહીં હોય.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post