• Home
  • News
  • તિનસુકિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેર્યા
post

સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન કર્યું શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-14 19:10:35

નવી દિલ્હી: આસામના તિનસુકિયા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આજે સવારે આતંકવાદીઓએ પેંગેરી-દિગ્બોઈ રોડ (વનાચલ) પર સેનાની એક કોલમ પર હુમલો કર્યો હતો. આ હુમલો સવારે 9.20 વાગ્યે થયો હતો. આર્મી પીઆરઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આતંકવાદીઓના હુમલા બાદ સેનાના જવાનો દ્વારા પણ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આતંકવાદીઓ આસપાસના જંગલોમાં છુપાઈ ગયા હતા. જો કે, સેનાએ આતંકવાદીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

અધિકારીઓનું કહેવું છે કે, હજુ સુધી એન્કાઉન્ટરમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના ગામોના લોકો ચોંકી ઉઠ્યા હતા. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ડિગબોઈથી પેંગેરી સુધી કોઈને પણ જવા દેવામાં આવી રહ્યા નથી. લોકો આ માર્ગે અરુણાચલ પ્રદેશ પણ જાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓપરેશન હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, આતંકવાદી સંગઠન ઉલ્ફા આસામમાં ખાસ કરીને તિનસુકિયા જિલ્લામાં ખૂબ જ સક્રિય છે. ભૂતકાળમાં પણ અહીં આર્મી યુનિટને નિશાન બનાવવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post