• Home
  • News
  • ENG vs IND 5th Test: ચોથા દિવસની રમત પુરી, ઇગ્લેંડને જીત માટે 119 રનની જરૂર
post

ઈંગ્લેડને ભારત વિરૂદ્ધ બર્મિઘમ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત પુરી થયા બાદ જીત માટે 119 રનની જરૂર છે. તેણે બીજી ઇનિંગમાં 3 વિકેટના નુકસાન પર 259 રન બનાવી લીધા છે. જો રૂટ 76 રન અને જોની બેયરસ્ટો 72 રન બનાવીને અણનમ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 10:25:27

ઈંગ્લેન્ડને ભારત વિરૂદ્ધ બર્મિઘમ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત પુરી થયા બાદ જીત માટે 119 રનની જરૂર છે. તેણે બીજી ઇનિંગમાં 3 વિકેટના નુકસાન પર 259 રન બનાવી લીધા છે. જો રૂટ 76 રન અને જોની બેયરસ્ટો 72 રન બનાવીને અણનમ છે. આ બંને ખેલાડીઓ વચ્ચે 150 રનની ભાગીદારી થઇ ગઇ છે. ટીમ ઇન્ડીયાને મેચના અંતિમ દિવસે જલદી વિકેટ લેવાની જરૂર રહેશે. 

ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ચોથા દિવસની રમત પુરી થાય ત્યાં સુધી 3 વિકેટ ગુમાવી 259 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં સારી શરૂઆત રહી. ઓપનર ખેલાડી લીસ અને જૈક ક્રાઉલી વચ્ચે સદીની ભાગીદારી થઇ. ક્રાઉલી 7 ચોગ્ગાની મદદથી 46 રન બનાવીને આઉટ થઇ ગયા. જ્યારે લીસે 65 બોલમાં 56 રન બનાવ્યા. તેમણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓલી પોપ ખાતું ખોલાવી વિના આઉટ થઇ ગયા હતા. તેમણે જસપ્રીત બુમરાહને આઉટ કર્યો. 

આ પહેલાં 

ટીમ ઇન્ડીયાએ ઈંગ્લેન્ડને બર્મિઘમ ટેસ્ટમાં જીત માટે 378 રનો ટાર્ગેટ મુક્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રનોના સ્કોર પર ઓલ આઉટ થઇ. આ દરમિયાન ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજારાએ 66 રનની ઇનિંગ રમી. ઈંગ્લેન્ડ માટે ભારતની બીજી ઇનિંગ દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સે 4 વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડ અને મૈટી પોટ્સને બે-બે વિકેટ મળી. 

ટીમ ઈન્ડિયા માટે બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજારાએ 168 બોલનો સામનો કરતાં 8 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. જ્યારે પંતે 86 બોલનો સામનો કરતાં 8 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. વિરાટ કોહલી 40 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. હનુમા વિહારી 11 રન જ બનાવી શક્યા. શ્રેયર ઐય્યરે 19 રનનું યોગદાન કર્યું. રવિન્દ્ર જાડેજા 58 બોલમાં 23 રન બનાવીને આઉટ થયા. મોહમંદ શમીએ 13 રનનું યોગદાન આપ્યું. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયા 245 રનના સ્કોર પર આઉટ થયા. 

ઈંગ્લેન્ડ માટે બે સ્ટોક્સે શાનદાર બોલીંગ કરી. તેમણે 111.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડે 16 58 રન આપીને 2 વિકેટ લીધી. મૈટી પોટ્સને પણ બે સફળતા હાથ લાગી. તેમણે 17 ઓવરોમાં 50 રન આપીને 2 વિકેટ લીધી. પોટ્સે 3 મેડન ઓવર પણ નિકાળી. જેમ્સ એંડરસન અને જૈક લીચે એક-એક વિકેટ મળી. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી 416 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી 284 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ માટે જોની બેયરસ્ટોએ સદી ફટકારી. હવે ઈંગ્લેન્ડની ટીમ પોતાની બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઉતરશે. 

ભારત પ્રથમ ઇનિંગ- 416-10 (84.5 ઓવર) 

ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ- - 284-10 (61.3 ઓવર) 

ભારત બીજી ઇનિંગ - 245-10 (81.5 ઓવર )

ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ – 259-3

 

adv

Related News

post
post
post
post
post
post
post