• Home
  • News
  • ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને ત્રીજી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને 53 રને હરાવ્યું, સીરિઝમાં 2-1ની લીડ મેળવી
post

ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ઓલી પૉપના 135 અને બેન સ્ટોક્સના 120 રનની મદદથી 499/9 દાવ ડિક્લેર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 10:31:15

ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને ત્રીજી ટેસ્ટમાં પોર્ટ એલિઝાબેથ ખાતે એક ઇનિંગ્સ અને 53 રને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ઓલી પૉપના 135 અને બેન સ્ટોક્સના 120 રનની મદદથી 499/9 દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં સાઉથ આફ્રિકા 209 અને 237 રનમાં ઓલઆઉટ થયું હતું.

યજમાન માટે કેશવ મહારાજ અને ડેન પેટરસને અંતિમ વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. જોકે તે મેચ બચાવવા પૂરતી નહોતી. મહારાજે 71 અને પેટરસને 39 રન કર્યા હતા. મેચમાં ઇંગ્લેન્ડ માટે ડોમિનિક બેસે 6, સ્ટુઅર્ટ બ્રોડ અને જો રૂટે 4, સ્ટુઅર્ટ બ્રોડ અને માર્ક વુડે 3, જ્યારે બેન સ્ટોક્સ અને સેમ કરને 1-1 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ ચાર ટેસ્ટની સીરિઝમાં 2-1થી આગળ છે. અંતિમ ટેસ્ટ 24 જાન્યુઆરીએ જોહાનેસબર્ગમાં રમાશે.

નંબર ગેમ:
1)
ઇંગ્લેન્ડ 1956-57 પછી પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં સતત બે ટેસ્ટ જીત્યું.
2)
જો રૂટે મેચમાં ચાર વિકેટ ઝડપી. તે એન્ડ્રુ ફ્લિન્ટોફ (2006) પછી સિદ્ધિ મેળવનાર બીજો ઇંગ્લિશ કપ્તાન છે.
3)
દક્ષિણ આફ્રિકા 11 વર્ષ પછી ઘરઆંગણે એક ઇનિંગ્સથી હાર્યું, છેલ્લે 2009માં ઇંગ્લેન્ડ સામે ડર્બન ખાતે ઇનિંગ્સ અને 98 રને હાર્યું હતું
4)
પ્રોટિયાસ પોર્ટ એલિઝાબેથ ખાતે 1950 પછી પહેલીવાર એક ઇનિંગ્સના માર્જિનથી હાર્યું

 

 

adv

Related News

post
post
post
post
post
post
post