• Home
  • News
  • ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને કહ્યું- IPLથી ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં રમતા શીખ્યા, જેનો વર્લ્ડ કપમાં ફાયદો થયો
post

મોર્ગને ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝ પર હર્ષ ભોગલે સાથે લાઇવ ચેટ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:14:48

ઇંગ્લેન્ડને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન ઓઈન મોર્ગને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને ઘણી મહત્ત્વની ટૂર્નામેન્ટ ગણાવી છે. તેણે કહ્યું કે, 2019માં વર્લ્ડ કપની તૈયાર માટે અમે IPLનો અમારા પ્લાનમાં સમાવેશ કર્યો હતો. લીગમાં ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં રમતા શીખ્યા હતા, જેનો વર્લ્ડ કપમાં ઘણો ફાયદો થયો હતો.

2019 વર્લ્ડ કપની ફાઇનલ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. મેચ અને સુપર ઓવર ટાઈ થયા પછી ઇંગ્લેન્ડ બાઉન્ડ્રી કાઉન્ટના નિયમથી જીત્યું હતું. ઘણી ટીકા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નિયમમાં ફેરફાર કર્યો હતો.

દ્વિપક્ષીય શ્રેણીથી ઓછું શીખવા મળે છે

·         મોર્ગને ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝ પર હર્ષ ભોગલે સાથે લાઇવ ચેટ કરી હતી.

·         આ દરમિયાન તેણે કહ્યું, 'એન્ડ્રુ સ્ટ્રોસ (ઇંગ્લેન્ડ બોર્ડ સમિતિના અધ્યક્ષ) એ IPLમાં રમવાનું વિચાર્યું હતું. મેં તેમને તે કરવાનું કહ્યું કારણ કે દ્વિપક્ષીય શ્રેણીમાં વર્લ્ડ કપ અથવા ચેમ્પિયન્સ ટ્રોફી જેવું દબાણ હોતું નથી. "

IPL રમતા ખેલાડીઓ દબાણથી ભાગી શકતા નથી

·         ઇંગ્લિશ કેપ્ટને કહ્યું કે IPLમાં ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં રમતા શીખે છે. તેણે કહ્યું, "તેઓએ મને પૂછ્યું કે આમાં અલગ શું છે?"

·         મેં કહ્યું, વિદેશી ખેલાડી તરીકે તમારી પાસેથી બધાને અપેક્ષાઓ હોય છે. IPLમાં રમવાથી અલગ પ્રકારના દબાણનો સામનો કરવો પડે છે. તમે તેનાથી ભાગી શકતા નથી અને તેનો સામનો કરવા અલગ રીત શોધો છો.

IPLમાં ખેલાડી કમ્ફર્ટ ઝોનની બહાર નીકળે છે

·         મોર્ગને કહ્યું, IPLમાં તમને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવામાં પણ મદદ મળે છે. ખેલાડીઓ માટે IPL સંપૂર્ણરીતે ફાયદાકારક છે.

·         ગઈ વખતે અમને માનસિક રીતે મજબૂત થવામાં મદદ મળી હતી. અમે આ ટૂર્નામેન્ટનો અમારા ખેલાડીઓને સારા બનાવવા એક વ્હીકલની જેમ ઉપયોગ કર્યો હતો. મને આશા છે કે ભારત ક્રિકેટ તેનાથી સહમત થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post