• Home
  • News
  • ઈંગ્લેડના સ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સન્યાસની કરી જાહેરાત, લોર્ડ્સમાં વેસ્ટઈન્ડિઝ સામે અંતિમ ટેસ્ટ રમશે
post

એન્ડરસને આ વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસ પર તેની 700 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-13 11:33:03

લંડન: ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. જેમ્સ એન્ડરસને શનિવારે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. એન્ડરસન તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 10 જુલાઈએ લોર્ડ્સમાં રમશે. તે જુલાઈમાં 42 વર્ષનો થઈ જશે. એન્ડરસને ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે વાત કર્યા બાદ નિવૃત્તિનો નિર્ણય લીધો હતો. આ સમય દરમિયાન, તેણે એન્ડરસને કહ્યું કે તે હવે ભવિષ્ય તરફ જોઈ રહ્યો છે અને 2025-26 એશિઝ માટે ટીમ તૈયાર કરવા માંગે છે. આ દરમિયાન બંનેએ ગોલ્ફ પણ રમ્યું હતું. હાલમાં એન્ડરસન બ્રેક પર છે, કાઉન્ટી ક્રિકેટ નથી રમી રહ્યો. તેણે કહ્યું હતું કે વર્કલોડ મેનેજમેન્ટને કારણે તે માત્ર મેના અંત સુધી કોઈપણ કાઉન્ટી મેચ રમી શકશે.

એન્ડરસનની રિટાયરમેન્ટ પોસ્ટ...

એન્ડરસને તેની નિવૃત્તિ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે 'લોર્ડ્સમાં સમર (ઉનાળા)ની પ્રથમ ટેસ્ટ મારી છેલ્લી ટેસ્ટ હશે. મારા દેશનું પ્રતિનિધિત્વ કરતા 20 વર્ષ અવિશ્વસનીય રહ્યા છે, હું નાનપણથી મને ગમતી રમત રમી રહ્યો છું. હું ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવાનું મિસ કરીશ. પરંતુ હું જાણું છું કે ટીમને અલવિદા કહેવા અને યુવા ખેલાડીઓને તક આપવાનો આ યોગ્ય સમય છે.

ડેનિએલા, લોલા, રૂબી અને મારા માતા-પિતાના પ્રેમ અને સમર્થન વિના હું તે કરી શક્યો ન હોત. તેમનો અને ખેલાડીઓ અને કોચનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે આને વિશ્વનું શ્રેષ્ઠ કામ બનાવ્યું. હું આગળના નવા પડકારો માટે અને વધુ ગોલ્ફ રમવા માટે ઉત્સાહિત છું. મારી કારકિર્દી દરમિયાન મને સાથ આપનાર તમામનો આભાર.'

 

એન્ડરસન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર
એન્ડરસને આ વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસ પર તેની 700 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. એન્ડરસને 2003માં લોર્ડ્સમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે 187 ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે 348 ઇનિંગ્સમાં 26.53ની એવરેજ અને 2.79ની ઇકોનોમી સાથે 700 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 32 વખત 5 વિકેટ અને 3 વખત 10 વિકેટ મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે એન્ડરસન શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800) અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (708) પછી ત્રીજા સ્થાને છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post