• Home
  • News
  • EPFOએ વ્યાજદરમાં 0.05%નો વધારો કર્યો:વર્ષ 2022-23માં PF પર મળશે 8.15% વ્યાજ, સમજો તમારું ફંડ કેટલું વધશે
post

EPFO એક્ટ હેઠળ, કર્મચારીના મૂળ પગાર અને DAના 12% પીએફ ખાતામાં જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:58:37

નવી દિલ્હી: સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે PF ખાતામાં જમા રકમ પર વ્યાજદર 8.10%થી 0.05% વધારીને 8.15% કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ મંગળવારે પોતાનો ઓફિસ ઓર્ડર જારી કર્યો હતો. નાણાકીય વર્ષ 2021-22 માટે સરકારે PF પર વ્યાજદર ઘટાડીને 8.10% કર્યો હતો, જે 43 વર્ષમાં સૌથી નીચો સ્તર હતો. દેશના લગભગ 6 કરોડ કર્મચારી પીએફના ક્ષેત્રમાં આવે છે.

અહીં સમજો કે હવે પીએફ પર કેટલું વધુ વ્યાજ મળશે
EPFO
એક્ટ હેઠળ, કર્મચારીના મૂળ પગાર અને DAના 12% પીએફ ખાતામાં જાય છે. તો એ જ સમયે કંપની કર્મચારીના મૂળભૂત પગાર ઉપરાંત DAના 12% યોગદાન પણ આપે છે. કંપનીના 12% યોગદાનમાંથી 3.67% PF ખાતામાં જાય છે અને બાકીના 8.33% પેન્શન યોજનામાં જાય છે. એક જ કર્મચારીના યોગદાનના તમામ પૈસા પીએફ ખાતામાં જાય છે.

આવી સ્થિતિમાં ધારો કે 31 માર્ચ, 2023 સુધી (નાણાકીય વર્ષ 2023-24 માટે ઓપનિંગ બેલેન્સ) તમારા પીએફ ખાતામાં કુલ 5 લાખ રૂપિયા જમા છે. આવી સ્થિતિમાં જો તમને 8.10%ના દરે વ્યાજ મળે છે તો તમને 5 લાખ પર વ્યાજ તરીકે 40,500 રૂપિયા મળે છે. પરંતુ હવે વ્યાજદર વધારીને 8.15% કર્યા બાદ તમને રૂ.40,750નું વ્યાજ મળશે.

1952માં 3% વ્યાજ સાથે શરૂ થયું
1952
માં પીએફ પર વ્યાજદર માત્ર 3% હતો. જોકે ત્યાર બાદ એમાં વધારો થતો રહ્યો. 1972માં પ્રથમ વખત એ 6%થી ઉપર પહોંચ્યો. 1984માં એ પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યું. પીએફધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો.

આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. આ પછી વ્યાજદરમાં ઘટાડો થવા લાગ્યો. 1999થી વ્યાજદરો ક્યારેય 10%ની નજીક નથી. એ 2001થી 9.50%થી નીચે રહ્યો છે. છેલ્લાં સાત વર્ષથી એ 8.50% કે એનાથી ઓછો છે.

1952-53માં અત્યારસુધીના PF વ્યાજદરો

વર્ષ

વ્યાજ દર

1952-66

3-4.75%

1967-75

5-7%

1976-83

7.50-8.75%

1984-89

9.25-11.80%

1990-99

12%

2000-01

11%

2001-05

9.50%

2006-10

8.50-9.50%

2011-21

8.25-8.50%

2021-22

8.10%

2022-23

8.15%

વ્યાજદર નાણાકીય વર્ષના અંતે નક્કી કરવામાં આવે છે.
PF
માં વ્યાજદર નક્કી કરવા માટે ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટીની પ્રથમ બેઠક યોજાય છે. તે આ નાણાકીય વર્ષમાં એકઠા થયેલાં નાણાંનો હિસાબ આપે છે. આ પછી CBT મિટિંગ થાય છે. CBTના નિર્ણય પછી નાણા મંત્રાલયની સંમતિ પછી વ્યાજદર લાગુ કરવામાં આવે છે. વ્યાજદર નાણાકીય વર્ષના અંતે નક્કી કરવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post