• Home
  • News
  • 11 રાજ્યમાં આજથી ઇથેનોલવાળું પેટ્રોલ મળશે:વડાપ્રધાન મોદીએ કર્યું લોન્ચ
post

પીએમે સૌર ઉર્જાથી ચાલતી રસોઈ પ્રણાલી, બાયો ફ્યુઅલ અને બોટલ વગરના ડ્રેસનું પણ લોકાર્પણ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 17:01:53

બેંગલુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે સૌથી પહેલાં તુર્કીયેમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોની સહાનુભૂતિ તુર્કીયે સાથે છે.

પીએમે સૌર ઉર્જાથી ચાલતી રસોઈ પ્રણાલી, બાયો ફ્યુઅલ અને બોટલ વગરના ડ્રેસનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પછી એનર્જી ઈન્ડિયા વીકમાં આવેલા રોકાણકારોને કહ્યું કે ઈન્વેસ્ટમેન્ટ માટે ભારત વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. આ ઉર્જા સપ્તાહ 8 ફેબ્રુઆરી સુધી ચાલશે.

PMએ ટ્વીટ કરીને કર્ણાટક પ્રવાસ બાબતે જણાવ્યું
PM
મોદીએ રવિવારે ટ્વીટ કરીને કર્ણાટકના પ્રવાસ બાબતે માહિતી આપી હતી. તેમણે કહ્યું- હું કાલે (6 ફેબ્રુઆરી)એ કર્ણાટકમાં રહીશ. બેગલુરુમાં હું ઈન્ડિયા એનર્જી વીક 2023માં ભાગ લેવાનો છું. ત્યાર બાદ હું અનેક વિકાસકાર્યોનો પ્રારંભ કરાવવા અને અનેક પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવવા માટે તુમકુરુ જઈશ.

adv

Related News

post
post
post
post
post
post
post