• Home
  • News
  • કિન્નરોએ રાહુલ વૈદ્ય-દિશા પરમારને આશીર્વાદ આપીને સવા લાખ રૂપિયા રોકડા ને સોનાનું એક ઘરેણું માગ્યું
post

રાહુલ વૈદ્ય-દિશા પરમારે 16 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:20:15

બોલિવૂડ સિંગર તથા 'બિગ બોસ 14'ના પૂર્વ સ્પર્ધક રાહુલ વૈદ્ય તથા દિશા પરમારે 16 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. સો.મીડિયામાં આ કપલને ઘણી જ શુભેચ્છા મળી રહી છે. હમણાં કિન્નર સમુદાયના લોકોએ પણ રાહુલ તથા દિશાને આશીર્વાદ આપ્યા હતા.

રાહુલ-દિશાને આશીર્વાદ આપ્યા
રાહુલ વૈદ્ય તથા દિશાને આશીર્વાદ આપવા માટે કિન્નર તેમના ઘરે ગયા હતા. રાહુલ તથા દિશા નાઇટ સૂટમાં હતાં. તેમણે કિન્નરો સાથે ડાન્સ પણ કર્યો હતો. કિન્નરોએ બંનેની આરતી ઉતારી હતી. કિન્નરે રાહુલે એમ પણ કહ્યું હતું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાય છે. વીડિયોમાં કિન્નર દિશાની નજર ઉતારીને કહે છે કે જેવી વહુ આવી છે, તેવા જ રૂપિયા પણ લઈશું.

કિન્નરોએ માગ્યા રૂપિયા
કિન્નરોએ રાહુલ પાસેથી સવા લાખ રૂપિયા તથા સોનાનું એક ઘરેણું માગ્યું હતું. આ સાથે તેમણે એમ કહ્યું હતું કે તેઓ અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીના અનેક કપલ તથા તેના સંતાનોને આશીર્વાદ આપી ચૂક્યા છે. તેઓ કપિલ શર્મા, અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સના ઘરે જઈ આવ્યા છે.

ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે
રાહુલ વૈદ્યે હાલમાં કામમાંથી બ્રેક લીધો છે. તે પત્ની દિશા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. 23 જુલાઈના રોજ લગ્નને એક અઠવાડિયું પૂરું થતાં બંનેએ કેક કટિંગ કર્યું હતું. હાલમાં જ બંનેએ અર્જુન બિજલાણી સાથે પાર્ટી કરી હતી.

સો.મીડિયામાં વેડિંગ ડેટ જાહેર કરી હતી
રાહુલ તથા દિશાએ 6 જુલાઈ, 2021ના રોજ લગ્નની તારીખ જાહેર કરી હતી. બંનેએ સો.મીડિયામાં કહ્યું હતું, 'પરિવારના આશીર્વાદ સાથે અમે આ ખાસ ક્ષણને તમારી સાથે શૅર કરીને ઘણાં જ ખુશ છીએ. અમારા લગ્ન 16 જુલાઈએ થશે. અમે સાથે આ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે માટે તમારા પ્રેમ ને દુઆઓની જરૂર છે. પ્રેમ, દિશા તથા રાહુલ.'

 

adv

Related News

post
post
post
post
post
post
post