• Home
  • News
  • બંદૂકની ગોળી પણ જેની સામે બેઅસર, આફ્રિકાનો દૈત્ય મગર જેણે 300 જીંદગીઓને ઉતારી મોત ને ઘાટ
post

લગભગ એક ટન વજન અને છ મીટર લંબાઈ ધરાવતો આ દૈત્ય મગર નાઈલ નદીમાં વસે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-22 18:39:43

આફ્રિકા: આફ્રિકાનો દૈત્ય મગર જેણે 300 જીંદગીઓને ઉતારી મોતને ઘાટ ઉતારી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ તે શિકારીઓની જાળમાં પણ ફસાતો નથી. ગુસ્તાવનું રહેઠાણ બુરુન્ડીના તાંગાનિકા તળાવ પાસે હોવાથી સ્થાનિક લોકોમાં ચોમેર ભયનો માહોલ જ જોવા મળે છે. તેને પકડવાના તમામ પ્રયાસો નિષ્ફળ જ જવા પામ્યા છે.

તેના પર " કેપ્ચરીંગ ધ કીલર ક્રોક "નામ ની ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે જેમાં તેને પકડવા માટે કરવામાં આવેલ નાકામ પ્રયાસોને વણી લેવામાં આવ્યા છે. તેને પકડવાના કેટલાય અસફળ પ્રયાસ પછી તેને પકડવા માટે જીવીત જનાવર સાથેનુ પાંજરું લગાવવા છતાં તેમાં પણ શિકારીઓ અસફળ રહ્યાં.

બંદૂક ની ગોળીઓ પણ જેની પર બેઅસર રહી છે તેવા ગુસ્તાવ મગર પર પેટ્રીસ ફેવ નામનાં શિકારીએ ગહન અધ્યયન કર્યું છે. તેમના મત મુજબ આ મગર સામાન્ય મગર કરતાં ત્રણ ગણો વિશાળકાય છે અને ખુબ જ  ખતરનાક છે. તેના શરીર પર પહેલાથી જ ત્રણ ગોળીઓના નિશાન છે તેમ છતાં તે જીવિત છે તે જ દર્શાવે છે કે તેને મારવો ખુબ જ કઠીન છે. જયારે તે મગર પોતાના સાથી ની શોધખોળ માટે નીકળે છે ત્યારે સ્થાનીય લોકોમાં ખળભળાટ થઇ જાય છે કારણકે, તેમનું માનવું છે કે તે દરમિયાન જ આ દૈત્ય મગર ઘણા બધા જીવ લઇ લે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post