• Home
  • News
  • CBSE પરીક્ષામાં આ વખતે પરીક્ષા કેન્દ્રો બમણાં થશે, પરીક્ષા શરૂ થયાના 10 દિવસ પછી પેપર તપાસાશે
post

પહેલી એપ્રિલથી નિયમિત સત્ર, ઉનાળાની રજાઓ સામાન્ય રીતે મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-08 10:58:27

દરેક વિદ્યાર્થીને તેના ઘરની નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સીબીએસઇની બોર્ડની પરીક્ષાઓમાં આ વખતે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા બમણી કરી દેવાશે. બોર્ડના એક્ઝામ કન્ટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું કે એવા વિસ્તારો કે પહેલી એપ્રિલથી નિયમિત સત્ર, ઉનાળાની રજાઓ સામાન્ય રીતે મળશે. તેમણે વાલીઓ તથા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે હવે સ્થિતિ સુધરી ગઈ છે. કોરોનાની વેક્સિન પણ મળી ગઈ છે. સ્કૂલોને કોરોના મામલે વ્યાપક વ્યવસ્થા કરવા તથા ખાસ કરીને બાળકોને વિશેષ ધ્યાન રાખવાના નિર્દેશ અપાયા છે.

પહેલી એપ્રિલથી સ્કૂલોમાં દરેક ક્લાસના નિયમિત સત્ર શરૂ થઈ જશે. ઉનાળાનું વેકેશન પણ સામાન્ય રીતે જ મળશે. જ્યાં મે-જૂનમાં ભારે ગરમી હોય છે ત્યાં એ સ્કૂલોને પરીક્ષા કેન્દ્ર બનાવાશે જ્યાં ગરમીનો સામનો કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ હોય. જેથી પરીક્ષાના ત્રણ કલાક દરમિયાન ગરમ વાતાવરણને લીધે પરીક્ષાર્થીઓએ કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે. પરીક્ષા શરૂ થયાના 10મા દિવસે એટલે કે 14 મેથી સમાનાંતર કોપીઓ તપાસવાની પ્રક્રિયા શરૂ થઈ જશે જેથી બોર્ડ પરીક્ષાઓનાં પરિણામ દરેક સ્થિતિમાં 15 જુલાઈ સુધી આપી શકે.

અન્ય પરીક્ષાઓ અને તેનાં પરિણામ 31 માર્ચ સુધી
ભારદ્વાજે કહ્યું કે બોર્ડે 9મા અને 11માની પરીક્ષાઓ અંગે સ્કૂલોને કોઈ નિર્દેશ આપ્યા નથી. તેમ છતાં જો સ્કૂલોને બોર્ડથી કોઈ મદદની જરૂર હોય તો તેઓ જણાવી શકે છે. તેમને દરેક પ્રકારની મદદ કરાશે. તેમણે કહ્યું કે 10મા અને 12મા ઉપરાંત બાકી તમામ ધોરણોની પરીક્ષા તથા તેનાં પરિણામની પ્રક્રિયા 31 માર્ચ પહેલાં પૂરી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

પરીક્ષા કેન્દ્રો માટે કોઈ સૂચન હશે તો વિચારીશું : ચેરમેન
સીબીએસઈના ચેરમેન મનોજ આહુજાએ જણાવ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રોની પસંદગીમાં હાલ ઘણો સમય છે. કોઈ સ્કૂલ વતી ભારે ગરમીને ધ્યાનમાં રાખી કેન્દ્રને લઈને કોઈ વાંધો કે સૂચન હશે તો તેના પર ગંભીરતાપૂર્વક વિચારણા કરાશે.

પહેલી એપ્રિલથી નિયમિત સત્ર, ઉનાળાની રજાઓ સામાન્ય રીતે મળશે
તેમણે વાલીઓ તથા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે હવે સ્થિતિ સુધરી ગઈ છે. કોરોનાની વેક્સિન પણ મળી ગઈ છે. સ્કૂલોને કોરોના મામલે વ્યાપક વ્યવસ્થા કરવા તથા ખાસ કરીને બાળકોને વિશેષ ધ્યાન રાખવાના નિર્દેશ અપાયા છે. પહેલી એપ્રિલથી સ્કૂલોમાં દરેક ક્લાસના નિયમિત સત્ર શરૂ થઈ જશે. ઉનાળાનું વેકેશન પણ સામાન્ય રીતે જ મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post