• Home
  • News
  • અમદાવાદની મુલાકાતને લઇ મેલેનિયા ટ્રમ્પે ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને કહ્યું કે…
post

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ આ મહિને 24-25 ફેબ્રુઆરીના રોજ ભારત આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 11:31:25

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહિનાના અંતમાં ભારત આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની યાત્રા દરમ્યાન દિલ્હી જશે અને અમદાવાદ આવશે. તેના માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાના પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ પણ ભારત આવશે અને તેમણે ટ્વીટ કરી યાત્રા માટે ખુશી વ્યક્ત કરી છે. મેલેનિયાએ લખ્યું કે તેઓ ભારતની યાત્રા માટે ખૂબ ઉત્સાહિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટનો જવાબ આપતા મેલેનિયા ટ્રમ્પે લખ્યું, ‘…શુક્રિયા નરેન્દ્ર મોદી, ખાસ આમંત્રણ માટે. મહિનાના અંતમાં તેઓ દિલ્હી અને અમદાવાદ આવવા માટે ઉત્સુક છે. હું અને રાષ્ટ્રપતિ પ્રવાસ માટે ઉત્સાહિત છીએ અને ભારત-અમેરિકાની દોસ્તીનો જશ્ન મનાવા તૈયાર છીએ.’


ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ મહિને 24-25 ફેબ્રુઆરીના રોજ ભારત આવશે. દરમ્યાન તેઓ અમદાવાદ આવશે અને નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાર્તા કરશે.


પીએમ મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યકત કરી હતી

ગુજરાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતની તૈયારીઓની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મહિને ભારત આવી રહ્યા છે. ભારત તેમનું શાનદાર સ્વાગત કરવા માટે તૈયાર છે. ભારત અને અમેરિકાની મિત્રતાને ગાઢ બનાવા માટે મુલાકાત ખૂબ અગત્યની છે.


સ્ટેડિયમનું ઉદ્ઘાટન અને રોડ શો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટથઇ લઇ મોટેરા સ્ટેડિયમ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદીનો રોડ શો હશે. ત્યારબાદ મોટેરામાં એક મોટા કાર્યક્રમને સંબોધિત કરશે, જ્યાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત થશે.


ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય અમદાવાદના ગાંધી આશ્રમ પણ જશે, સાથો સાથ સાબરમતી રિવર ફ્રન્ટની મુલાકાત કરશે. અમદાવાદની મુલાકાત ખત્મ કર્યા બાદ બંને નેતા દિલ્હી આવશે, જ્યાં દ્વિપક્ષીય વાર્તા શરૂ થશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post