• Home
  • News
  • અનુભવી પ્લેયર્સ અને ધોનીએ CSKને સફળ બનાવી:14 સીઝનમાં 12 પ્લેઓફ, 10 ફાઇનલ્સ; ખેલાડીઓને પરિવારની જેમ રાખે છે
post

ધોનીની પહેલી ખાસિયત: IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-29 17:50:37

IPL 2022માં 10 ટીમ્સના પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે ફિનિશ કરનારી ચેન્નઈ સુપર કિંગ્સ આ સીઝનમાં ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે ક્વોલિફાયર-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સીઝનના ટેબલ ટોપર્સ ગુજરાત ટાઇટન્સને હરાવીને સાબિત કર્યું કે તે શા માટે ટૂર્નામેન્ટની સૌથી કોન્સિસ્ટન્ટ ટીમ છે.

4 વખતની IPL ચેમ્પિયન CSK 10મી વખત ફાઇનલમાં પહોંચી છે. 16માંથી 14 સીઝન રમનારી ટીમ પણ 12 વખત પ્લેઓફમાં પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સ 6 ફાઈનલ અને 10 પ્લેઓફ મેચ સાથે બીજા નંબરે છે

લીડરશિપ, અનુભવી ખેલાડીઓની ટીમ, મેનેજમેન્ટ, કોચિંગ અને સ્ટ્રેટેજી એ કેટલાંક પરિબળો છે, જેણે CSKને આવી સફળ ફ્રેન્ચાઇઝી બનાવી છે. આગળની સ્ટોરીમાં આપણે ચેન્નઈનાં આ ફેક્ટર્સ વિશે જાણીશું.

ચાલો લીડરશિપથી શરૂઆત કરીએ, ધોની શરૂઆતથી આજ સુધી ટીમનો કેપ્ટન છે

ધોનીની પહેલી ખાસિયત: IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બેટિંગમાં ટીમના મેન્ટર, ડિસિઝન મેકર, વિકેટકીપર અને ફિનિશરની ભૂમિકા ભજવે છે. એકંદરે ધોની CSKનો માસ્ટરમાઇન્ડ છે. ધોની ઓક્શન પહેલાં ખેલાડીઓની ખરીદીની યોજના પણ બનાવે છે.

2008થી CSKની કેપ્ટનશિપ કરી રહેલા ધોનીએ 224માંથી 211 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાં 127 જીત અને માત્ર 82 મેચ હારી, જેમાં 2 મેચ અનિર્ણીત રહી. સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજાએ પણ 13 મેચમાં કેપ્ટનશિપ કરી હતી, પરંતુ બંને મળીને ટીમને માત્ર 4 મેચમાં જીતી અપાવી શક્યા હતા. ધોની સિવાય અન્ય કોઈ કેપ્ટન IPL ઈતિહાસમાં 100 જીત હાંસલ કરી શક્યો નથી. નંબર-2 પર રહેલા રોહિત શર્માએ 158માંથી 87 મેચ જીતી છે.

બીજી ખાસિયત: એવરેજ ટીમને ખાસ બનાવે છે MSD
જ્યાં આઈપીએલની બાકીની ટીમ મેચ વિનર ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજી તરફ, CSK અનુભવી, અનામી અને સ્થાનિક ખેલાડીઓ પર આધાર રાખીને ટૂર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરે છે.

ધોની સિવાય, જાડેજા અને મોઈન સીએસકેમાં એવા ખેલાડી છે, જેમને 70થી વધુ T20 ઈન્ટરનેશનલ મેચનો અનુભવ છે. મોઈનને આ સીઝનમાં વધુ તક મળી નથી, ધોની પણ આ વખતે માત્ર 56 બોલ રમ્યા હતા. જાડેજાએ ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું.

આ સીઝનમાં ટીમના ટોચના પર્ફોર્મરમાં તુષાર દેશપાંડે, મતિશ પથિરાના, મહિષ થિક્ષાના, અજિંક્ય રહાણે, શિવમ દુબે, દીપક ચહર, ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે હતા. આમાંના કેટલાક ખેલાડીઓની ગણતરી T20 ઇન્ટરનેશનલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે થાય છે, તેમ છતાં ટીમે સૌથી પહેલા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ત્રીજી ખાસિયત: CSK4 IPL, 2 CLT-20 ટ્રોફી જીતી
ધોનીને ખૂબ જ શાંત અને શાનદાર કેપ્ટન કહેવામાં આવે છે, કારણ કે તે મેચમાં કોઈપણ પરિસ્થિતિમાં ખૂબ ઝડપથી પોતાની ભાવનાઓ પરનો કાબૂ ગુમાવતો નથી. ટીમના તમામ ખેલાડીઓ પણ તેમના નિર્ણયોનું સન્માન કરે છે અને આ જ કારણ છે કે ધોની સિવાય ટીમના કોઈપણ ખેલાડી મેચ દરમિયાન મેદાન પર આક્રમક વલણ અપનાવતા નથી. આથી ટીમે IPLમાં સૌથી વધુ 6 વખત ફેર પ્લે અવોર્ડ પણ જીત્યો છે. ખેલદિલીની ભાવના જાળવી રાખવા માટે આ અવોર્ડ આપવામાં આવે છે.

ખેલદિલી અને ટીમ સ્પિરિટ સાથે ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈએ 14 સીઝનમાં 12મી વખત પ્લેઓફમાં જગ્યા બનાવી. આમાં પણ ટીમ આજે 10મી ફાઈનલ રમવા જઈ રહી છે. CSKએ ધોનીની કેપ્ટનશિપમાં 2010, 2011, 2018 અને 2021માં પણ IPL ટાઇટલ જીતી છે.

2009થી 2015 સુધી, ધોનીએ વિશ્વભરની ફ્રેન્ચાઇઝી ટીમ વચ્ચે ચેમ્પિયન્સ લીગમાં CSKને બેવાર ચેમ્પિયન પણ બનાવી છે. તેણે 2010 અને 2014માં આ પરાક્રમ કર્યું હતું.

ચોથી ખાસિયત: બેન પછી ટાઇટલ જીતીને કમબેક કર્યું
2016
અને 2017માં ચેન્નઈ સુપર કિંગ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટીમના માલિકના પુત્રોને મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ 2018ની તેમના પુનરાગમન કમબેક સીઝનમાં, CSKએ ફાઇનલમાં SRHને હરાવીને ત્રીજી વખત IPL ટ્રોફી જીતી હતી.

2019માં પણ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ મુંબઈ સામે માત્ર એક રનથી હારીને ટ્રોફીથી દૂર રહી હતી.

2020માં ટીમ પહેલી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. CSK 8 ટીમના પોઈન્ટ ટેબલમાં 7માં નંબરે હતી. આ નબળી સીઝનમાંથી બહાર આવીને ટીમે કમબેક કર્યું અને 2021ની ફાઇનલમાં KKRને હરાવીને તેનું ચોથું ટાઇટલ જીત્યું.

2022માં પણ ટીમ 10 ટીમના પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે હતી અને આ વખતે ટીમ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી.

પાંચમી ખાસિયત: ટીમને પોતાની આગળ રાખે છે
2022
માં મેગા ઓક્શન થવાનું હતું. એક ટીમ વધુમાં વધુ 4 ખેલાડીને રિટેઇન કરી શકે છે અને તેમને પોતાની સાથે રાખી શકે છે. આવી સ્થિતિમાં ધોનીએ કહ્યું હતું કે CSKએ તેમને છોડી દેવા જોઈએ અને 4 મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને રિટેઇન કરવા જોઈએ. ટીમ તેમને હરાજીમાં ઓછી કિંમતે પણ ખરીદી શકે છે અને પોતાની પાસે રાખી શકે છે.

સીએસકે મેનેજમેન્ટે ધોનીની વાત ન માની અને હરાજી પહેલાં 12 કરોડ ચૂકવીને તેમને રિટેઇન કર્યા, કારણ કે મેનેજમેન્ટ ધોનીને બીજી વખત હરાજીમાં જોવા માગતું નહોતું. જોકે ધોનીના કહેવા પર મેનેજમેન્ટે રવીન્દ્ર જાડેજાને ટીમના સૌથી મોંઘા ખેલાડી તરીકે રિટેઇન કર્યો હતો.

ખેલાડીઓને પરિવારની જેમ રાખે છે
CSK
ની માલિકી ઈન્ડિયા સિમેન્ટની છે, જેનું નેતૃત્વ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન કરે છે. CSK પહેલાં ઈન્ડિયા સિમેન્ટ્સે પણ તામિલનાડુ રાજ્યની ટીમને સ્પોન્સર કરી છે. આવી સ્થિતિમાં શ્રીનિવાસન અને ઈન્ડિયા સિમેન્ટ્સ પાસે પહેલાંથી જ ક્રિકેટ ટીમનું સંચાલન કરવાનો અનુભવ હતો.

સીએસકેમાં પણ તેમણે પોતાની ફિલોસોફીને આગળ વધારી અને ખેલાડીઓને પરિવાર જેવો અનુભવ કરાવ્યો. ટીમના ખેલાડીઓને સમયાંતરે બોનસ આપવામાં આવે છે. તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોનીનો 20 વર્ષીય યુવા ફાસ્ટ બોલર મતિશ પથિરાના સાથેનો ફોટો સામે આવ્યો હતો. ધોની પથિરાનાના પરિવારને મળે છે, જે જણાવે છે કે કેપ્ટન પણ તેની ટીમના નવા ખેલાડીનું ધ્યાન રાખે છે.

RCBના ડુ પ્લેસિસે પણ વખાણ કર્યાં
દક્ષિણ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસિસ, જે 8 વર્ષ સુધી CSKનો ભાગ હતો, હવે RCBનો કેપ્ટન છે. તેણે પોતાની બાયોગ્રાફી 'ફાફ થ્રુ ફાયર'માં CSK સાથે જોડાયેલી એક સ્ટોરી શેર કરી છે.

તેણે લખ્યું, CSK મારા માટે એક ટીમ કરતાં વધુ છે. મારી મોટી દીકરીને એકવાર ટાઇફોઇડ થયો. હું મારી પત્ની સાથે હોસ્પિટલમાં હતો. ત્યાર બાદ CSK સ્ટાફ અને ડોક્ટર્સ પણ ત્યાં પહોંચી ગયા. તેમણે મારી દીકરીને પોતાની જવાબદારી માનીને તેની સંભાળ લીધી. તેમના ચહેરા પર મારા કરતાં વધુ ચિંતા હતી. એકવાર મને મેચ માટે મેદાન પર પહોંચવામાં મોડું થયું હતું. ત્યારે પણ ટીમે પહેલાં મારી પત્ની અને પુત્રી વિશે પૂછ્યું. મને ટીમની આ વાત સૌથી વધુ ગમી.

જાડેજા, ચહરને પણ ન જવા દીધા
ગત સીઝનમાં રવીન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે 11 મેચમાં કેપ્ટનશિપ કરી હતી, પરંતુ ટીમને માત્ર 2 જ જીત મળી હતી. ત્યાર બાદ ધોનીએ ફરીથી કમાન સંભાળી. આ દરમિયાન CSKની ટીમ જાડેજાને હટાવવાની તરફેણમાં હતી, પરંતુ ધોનીએ જાડેજાનો બચાવ કર્યો અને ઓક્શન પહેલાં તેને રિટેઇન કર્યો.

દીપક ચહર સાથે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. CSK મેગા ઓક્શનમાં ચહરને રિટેઇન કરી શકી ન હતી, તેથી ટીમે હરાજીમાં તેના પર 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને તેને ટીમમાં લીધો.

 

adv

Related News

post
post
post
post
post
post
post