• Home
  • News
  • 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ધમાકો:માત્ર 3 દિવસમાં કમાણીમાં 325% ઉછાળો, ડિમાન્ડ વધતાં સ્ક્રીન 600થી વધારી 2000 કરવામાં આવી
post

11 માર્ચે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ, 12 કરોડના બજેટમાં આ ફિલ્મ બનાવવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 12:02:15

મુંબઈ: ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. કાશ્મીરી પંડિતોની હિજરતના સૅન્સિટિવ સબ્જેક્ટ પર બનેલી આ ફિલ્મે 3 દિવસમાં બજેટ કરતાં 125% વધુ કલેક્શન કર્યું છે. બોલિવૂડની કદાચ આ પહેલી એવી ફિલ્મ છે, જેના બિઝનેસમાં ત્રણ દિવસમાં જ 325%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મની પહેલા દિવસની કમાણી 3.5 કરોડ હતી. બીજા દિવસે 8.5 તથા ત્રીજા દિવસે 15.10ની કમાણી કરી હતી.

પહેલા દિવસે ફિલ્મ માત્ર 600 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જોકે, રવિવાર, 13 માર્ચે ફિલ્મ માટે દર્શકોની સંખ્યા વધતાં સ્ક્રીન 600થી વધારીને 2000 કરવામાં આવી છે. દરેક શહેરમાં ફિલ્મના શો ડબલથી વધારે કરી દેવામાં આવ્યા છે. 12 કરોડના બજેટમાં બિગ સ્ટાર વગર બનેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં 27 કરોડથી વધુ કમાણી કરી છે.

કાશ્મીરી પંડિતોની વ્યથા રજૂ કરે છે
વિવેક રંજન અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની હિજરતની વાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, કંગના રનૌત, ક્રિટિક્સ તથા દર્શકોએ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મ જોયા બાદ દર્શકો રડતા હોય તેવા વીડિયો વાઇરલ થયા છે. ટિકિટબારી પર દર્શકોની ભીડ જોવા મળે છે. સો.મીડિયામાં ફિલ્મનાં વખાણ થઈ રહ્યાં છે.

'ગંગુબાઈ કાઠિયાવાડી'ના કલેક્શનને ટક્કર આપી
24
ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ....' 3600 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન 10 કરોડની આસપાસ રહ્યું હતું અને ફર્સ્ટ વીકેન્ડ કલેક્શન 39 કરોડ હતું. હવે વાત જો 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કરવામાં આવે તો ઓછી સ્ક્રીન્સ હોવા છતાંય ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં 27 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને 'ગંગુબાઈ...' કરતાં બિગ હિટ માનવામાં આવી રહી છે.

100 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે
ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શના મતે, 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં ત્રણ દિવસમાં 27.15 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ત્રીજા દિવસે 25.10 કરોડ, બીજા દિવસે 8.50 કરોડ તથા પહેલા દિવસે 3.55 કરોડની કમાણી કરી હતી. આમ ત્રીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 325.35%નો એટલે કે 23.6 કરોડનો ગ્રોથ થયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post