અમેરિકા સાથે કરારમાં જાસૂસીની વાત સ્વીકારી; ઇરાક યુદ્ધની માહિતી લીક કરી હતી
લંડન: અમેરિકાની જાસૂસીના
આરોપમાં જેલમાં બંધ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે 5 વર્ષ બાદ મંગળવારે (25 જૂન) લંડન જેલમાંથી
મુક્ત થયા હતા. તેણે યુએસ સરકાર સાથેના કરારના ભાગરૂપે જાસૂસીની સ્વીકારી છે. યુએસ ડિસ્ટ્રિક્ટ
કોર્ટના દસ્તાવેજો અનુસાર, 52 વર્ષીય અસાંજે બુધવારે યુએસ સાઇપન કોર્ટમાં હાજર થશે. અહીં તે અમેરિકાના
ગુપ્તચર દસ્તાવેજો મેળવવા માટે ષડયંત્ર રચવાનો આરોપ સ્વીકારશે. આ કરાર બાદ તેને
સોમવારે બ્રિટનની ઉચ્ચ સુરક્ષાવાળી જેલ બેલમાર્શમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
અહીંથી તે સીધો પોતાના દેશ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. યુએસ સાથેના કરાર
અનુસાર, આરોપો સ્વીકાર્યા પછી, અસાંજેને 62 મહિના (5 વર્ષ 2 મહિના) જેલની સજા કરવામાં આવશે, જે તે પહેલાથી જ પૂર્ણ
કરી ચૂક્યો છે. જુલિયન અત્યાર સુધી બ્રિટિશ જેલમાં 1901 દિવસની સજા ભોગવી
ચૂક્યો છે. સમજૂતી બાદ લંડન હાઈકોર્ટે તેમને જામીન આપ્યા, ત્યારબાદ તેમને સીધા
સ્ટેનસ્ટેડ એરપોર્ટ લઈ જવામાં આવ્યો.
'જુલિયન અસાંજે ઇઝ ફ્રી'
સમજૂતી બાદ વિકિલીક્સે જુલિયન અસાંજેની મુક્તિ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર
પોસ્ટ કરી હતી. તેણે લખ્યું 'જુલિયન અસાંજે ઇઝ ફ્રી'. જુલિયનની પત્ની સ્ટેલાએ
કહ્યું, "હું જુલિયનના સમર્થકોનો આભાર માનું છું કે જેમણે વર્ષોથી તેને ટેકો આપ્યો છે.
શબ્દો વ્યક્ત કરી શકતા નથી કે અમે તેમના માટે કેટલા આભારી છીએ. તેમના સમર્થનને
કારણે જ જુલિયન આજે ઘરે પરત ફરી રહ્યો છે."
અમેરિકાએ જાસૂસીનો આરોપ લગાવ્યો હતો
ઓસ્ટ્રેલિયન નાગરિક અસાંજે 2010-11માં હજારો વર્ગીકૃત દસ્તાવેજો જાહેર કર્યા હતા. તેમાં
અફઘાનિસ્તાન અને ઈરાક યુદ્ધ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ હતા. આ દ્વારા તેણે
અમેરિકા, ઈંગ્લેન્ડ અને નાટોની સેના પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો. વર્ષ 2010-11માં વિકિલીક્સના ખુલાસા
બાદ અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે જુલિયન અસાંજે તેમના દેશની જાસૂસી કરી હતી. તેણે
સિક્રેટ ફાઇલ લીક કરી, જેના કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા. જોકે, જુલિયન અસાંજે હંમેશા
જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા હતા. બાદમાં અસાંજે પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો
હતો કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓએ હિલેરી
ક્લિન્ટનના કેમ્પેઈન સાથે જોડાયેલા ઈ-મેલ હેક કરીને વિકિલીક્સને આપ્યા હતા. તેઓ
છેલ્લા 13 વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા હતા.