• Home
  • News
  • દક્ષિણ ભારતમાં બ્રમ્હોસથી સજ્જ સુખોઈ-30નું પહેલું સ્ક્વોડ્રન ટાઇગર શાર્ક તહેનાત, તે હિન્દ મહાસાગરની દેખરેખ કરશે
post

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતે કહ્યું- તંજાવુર સૈન્ય દ્રષ્ટિથી ખૂબ અગત્યનું, સ્ક્વોડ્રન નિર્માણથી નેવીને મદદ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 09:31:10

તંજાવુર(તમિલનાડુ): વાયુસેનાએ સોમવારે એરબેઝ પર સુખોઈ-30 MKI સ્ક્વોડ્રન સ્ક્વોડ્રન તહેનાત કર્યું હતું. દક્ષિણ ભારતમાં તે ભારતનું પહેલું ફાઇટર પ્લેનનું સ્ક્વોડ્રન છે. તેનું નામ ટાઇગર શાર્ક (સ્ક્વોડ્રન 222) રાખવામાં આવ્યું છે જે હિન્દ મહાસાગરની (IOR) દેખરેખ કરશે. એર ટૂ એર રી-ફિલંગી વાળા અને બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ સુખોઈની ઉપસ્થિતિ IORમાં ભારત માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે.

સ્ક્વોડ્રનની તહેનાતી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની ઉપસ્થિતિમાં થઇ. દરમિયાન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા પણ ઉપસ્થિત હતા. રાવતે કહ્યું કે દક્ષિણી વિસ્તારમાં તંજાવુરની સ્થિતિ સૈન્ય દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે. અહીં ફાઇટર જેટ સ્ક્વોડ્રનની ઉપસ્થિતિ નેવી અને આર્મી માટે ખૂબજ નજીકની મદદ પહોંચાડશે. જગ્યાએથી આપણે સમુદ્ર પર રાજ કરી શકીએ છીએ.

ટાઇગર શાર્કનું નિર્માણ કેમ અગત્યનું ?
1.
સુખોઇ-30 MKI દરેક સીઝનમાં ઓપરેટ કરતું ફાઇટર જેટ છે. તે મલ્ટીરોલ કોમ્બેટ જલ, થલ અને નભ દરેક જગ્યાઓ પર ઓપરેશનને અંજામ આપી શકે છે. તંજાવુરથી તે નેવી અને આર્મીને મદદ પહોંચાડી શકે છે.

2. રક્ષા મંત્રાલયે કહ્યું કે સ્ક્વોડ્રન 222ના ઓપરેશનલ થવાની સાથે દક્ષિણી એર કમાન્ડ એરિયામાં વાયુસેનાની તાકાતમાં વધારો થશે. દક્ષિણ ભારતામાં હિન્દ મહાસાગરમાં આપણી કમ્યુનિકેશન લાઇન્સની રક્ષા કરશે. તે સાથે આપણા ટાપુઓને પણ સુરક્ષિત રાખશે.
3. IOR
લગાતાર મહત્વપૂર્ણ બનતું જાય છે અને અહીં સ્ક્વોડ્રનની મોજૂદગી વિસ્તારમાં સ્થિત આપણા અગત્યના સૈન્ય સંસાધનોની સુરક્ષાને નિશ્વિત કરશે. હજાર કિલોગ્રામ વજન ઉપાડવામાં સક્ષમ વિમાન એર ટૂ એર ફિલીંગના લીધે તેની રેન્જને વધારી શકે છે. બોમ્બીંગ સાથે બ્રમ્હોસથી સજ્જ. તેના લીધે IORમાં ભારત માટે તેને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે.

મિસાઈલ લગાવવાનું કામ સંપૂર્ણ રીતે દેશમાં થયું- વાયુસેના પ્રમુખ
વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે ફાઇટર પ્લેન સુખોઈ-30માં બ્રમ્હોસ મિસાઇલ લગાવવાનું કામ સંપૂર્ણ રીતે દેશમાં કરવામાં આવ્યું છે. તેને બ્રમ્હોસ એરસ્પેસ, HAL અને એરફોર્સ દ્વારા કરવામાં આવ્યું છે. તંજાવુરમાં સુખોઈ-30ને તહેનાત કરવાનો નિર્ણય તેની રણનીતિની સ્થિતિના કારણે લેવામાં આવ્યો છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post