• Home
  • News
  • શપથ લીધા પછી પહેલીવાર ફડણવીસ-અજીત પવાર મીટિંગ કરશે
post

મહારાષ્ટ્રમાં 3 દિવસથી ચાલતી ખેંચતાણ વચ્ચે આજનો દિવસ મહત્વનો માનવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 10:14:55

મુંબઈ: મહારાષ્ટ્રમાં 3 દિવસથી ચાલતી ખેંચતાણ વચ્ચે આજનો દિવસ મહત્વનો માનવામાં આવે છે. વિપક્ષ (શિવસેના, એનસીપી-કોંગ્રેસ)ની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. ઉપમુખ્યમંત્રી અજીત પવાર આજે મીડિયા સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરે તેવું પણ માનવામાં આવે છે. બીજી બાજુ એનસીપી ધારાસભ્યો સાથે મુલાકાત કરીને સોમવારે ઉદ્ઘવ ઠાકરે કોંગ્રેસ ધારાસભ્યોની મુલાકાત કરવાના છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્યમંત્રી અજીત પવાર શપથ લીધા પછી સોમવારે પહેલી ઓફિશિયલ મીટિંગ કરવાના છે. આ બેઠકમાં તેઓ વરસાદમાં ખેડૂતોના બરબાદ થયેલા પાક મામલે ખેડૂતોને રાહત આપવાના પગલાં વિશે ચર્ચા-વિચારણા કરશે.

શરદ પવાર આજે મહારાષ્ટ્રના કરડામાં રહેશે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણની પુણ્યતિથિના આયોજીત કાર્યક્રમમાં સામેલ થવાના છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય મુખ્ય પાર્ટીઓને કોર્ટમાંથી ચુકાદો આવવાની રાહ છે. નિર્ણય આવ્યા પછી જે સ્થિતિ ઉભી થશે તેની તૈયારી માટે ફરી એક વાર શિવસેના-કોંગ્રેસ-એનસીપી નેતા મીટિંગ કરશે. માનવામાં આવે છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં ફ્લોર ટેસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. તેથી ત્રણેય વિપક્ષી પાર્ટીઓએ તેમના ધારાસભ્યોને મુંબઈની બહાર નથી મોકલ્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post