• Home
  • News
  • UPમાં ખેડૂત મહાપંચાયત:પ્રિયંકા ગાંધીએ કહ્યું- PM મોદી અહંકારી રાજા જેવા, ખેડૂતોને દેશદ્રોહી અને આંદોલનજીવી કહેવામાં આવે છે
post

પ્રિયંકાએ કહ્યું- જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આંખોમાં આંસુ નિકળતા હતા ત્યારે મોદી હસી રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 18:49:08

ત્રણ કૃષિ કાયદા સામે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે મુઝફ્ફરનગરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી હતી. પ્રિયંકાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અહંકારી રાજા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર કૃષિ કાયદા નહીં લઈને ખેડૂતોનું અપમાન કરી રહી છે. તેનાથી MSP (લઘુત્તમ ટેકાના ભાવ) અને મંડીઓ ખતમ થઈ જશે.

પ્રિયંકાએ કહ્યું કે ખેડૂત આંદોલનને દેશ ઉપરાંત સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. ક્યારેક લાગે છે કે આપણા પ્રધાનમંત્રી એવા થઈ ગયા છે કે જાણે એક અહંકારી રાજા હતા. તેઓ પોતાના મહેલમાંથી બહાર નિકળતા ન હતા. લોકો તેમનાથી ડરતા હતા, માટે તેમની સામે મોટી મોટી વાતો કહેવા લાગ્યા. તેનાથી રાજાનો અહંકાર વધવા લાગ્યો. તે અહંકારી રાજાની માફક આપણા પ્રધાનમંત્રી કામ કરી રહ્યા છે.​​​​​​​

ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે મોદી
કોંગ્રેસ નેતાએ કહ્યું કે 90 દિવસથી લાખો ખેડૂતો શાંતિથી બેસીને સંઘર્ષ કરી રહ્યા છે, 215 ખેડૂત શહીદ થયા છે. દિલ્હીની બોર્ડર એવી બની ગઈ છે જાણે દેશની સીમા હોય. ખેડૂતોને દેશદ્રોહી, આતંકવાદી, પરજીવી અને આંદોલનજીવી કહેવામાં આવ્યા. મારું માનવું છે કે ખેડૂતો આપણા દેશનું હૃદય છે. આપણે નેતાઓએ એ વાતનો અહેસાસ હોવો જોઈએ કે પ્રજા તેમની પર અહેસાન કરે છે. મને આ વાતનો અહેસાસ છે. દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું અપમાન કરવામાં આવ્યુ છે. જે ખેડૂત પોતાના દિકરાની સુરક્ષા માટે સીમા પર મોકલે છે તેને અપમાનિત કરવામાં આવ્યા.

ટિકૈતના આંસૂ પર મોદી હસી રહ્યા હતા
પ્રિયંકાએ કહ્યું- જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આંખોમાં આંસુ નિકળતા હતા ત્યારે મોદી હસી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ તમારી સામે આવી દરેક ચૂંટણીમાં વચન આપ્યા હતા કે શેરડીને લગતી ચુકવણી કરી દેવામાં આવશે. શું તે તમને મળી? તેમણે કહ્યું હતું કે તમારી આવક બમણી થશે. શું તમારી આવક બમણી થઈ?મંડીઓ ખતમ થવાથી ફક્ત ઉદ્યોગપતિઓને જ લાભ થશે. સરકારે આ કાયદો પાછો ખેંચવો જોઈએ.

બોક્સર વિજેન્દ્ર સિંહે કહ્યું-લોકોને દુખી કરી કાયદો પાછો લેશે સરકાર
મુઝફ્ફરનગર મહાપંચાયતમાં બોક્સર વિજેન્દ્ર સિંહ પણ પહોંચ્યા. તેમણે કહ્યું- હરિયાણામાં ભાજપની સરકાર છે. જોકે, ખેલાડીઓને કોઈ જ સરકારી નોકરીઓ આપવામાં આવી નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post