• Home
  • News
  • IPL સ્પોટ ફિક્સિંગ મામલો:ફાસ્ટ બોલર શ્રીસંત પર લાગેલો 7 વર્ષનો પ્રતિબંધ આજે સમાપ્ત, કહ્યું- હું બધા આરોપોથી મુક્ત, રમવાની તક મળે તો દરેક બોલ પર શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ
post

દિલ્હી પોલીસે 2013માં IPL સ્પોટ ફિક્સિંગના આરોપમાં એસ. શ્રીસંત, અજિત ચંડિલા અને અંકિત ચવ્હાણની ધરપકડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:53:12

IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં ફાસ્ટ બોલર એસ. શ્રીસંત પર લાગેલો 7 વર્ષનો પ્રતિબંધ આજે સમાપ્ત થયો છે. તે સોમવારથી ક્રિકેટ રમવા માટે આઝાદ છે. તેણે કહ્યું કે, હવે હું તમામ પ્રકારના આરોપોથી મુક્ત છું અને ફરીથી રમી શકું છું. હવે જ્યારે પણ મને મેદાન પર તક મળશે, પછી ભલેને ખાલી પ્રેક્ટિસ સેશન હોય, તો પણ દરેક બોલ પર શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ.

37 વર્ષીય બોલરે કહ્યું કે, મારી પાસે ક્રિકેટ રમવા માટે 5થી 7 વર્ષનો સમય બાકી છે. હું જે પણ ટીમ માટે રમીશ, 100% આપવાનો પ્રયાસ કરતો રહીશ. જો શ્રીસંત તેની ફિટનેસ સાબિત કરે છે, તો આગામી ડોમેસ્ટિક સીઝનમાં કેરળ માટે રમતો જોવા મળી શકે છે.

ઘરેલૂ સીઝન સ્થગિત થતા વાપસીમાં વિલંબ થઈ શકે છે

તેને કેરળ ક્રિકેટ એસોસિએશન દ્વારા તક મળવાની ખાતરી પણ આપવામાં આવી છે. જો કે, કોરોનાને કારણે, આ વર્ષે ઘરેલૂ ક્રિકેટ સીઝન મોકૂફ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં તેની વાપસીમાં વિલંબ થઈ શકે છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ તમામ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને એક પત્ર લખીને કહ્યું છે કે ઘરેલૂ ક્રિકેટ ત્યારે જ શરૂ થશે જ્યારે સ્થિતિ બરાબર હશે.

2015માં સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો

7 વર્ષ પહેલા દિલ્હી પોલીસે મેચ ફિક્સિંગ માટે શ્રીસંત અને બે સાથી રાજસ્થાન રોયલ્સ ખેલાડીઓ અજિત ચંડિલા અને અંકિત ચવ્હાણની ધરપકડ કરી હતી. આ પછી, બોર્ડ દ્વારા ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, શ્રીસંતે આનો વિરોધ કર્યો હતો અને એક વિશેષ અદાલતે 2015માં તેને આરોપોમાંથી મુક્ત કર્યો હતો.

2 વર્ષ પહેલાં હાઇકોર્ટે આજીવન પ્રતિબંધ હટાવ્યો હતો

આ પછી 2018માં કેરળ હાઇકોર્ટે તેના પરનો આજીવન પ્રતિબંધ હટાવ્યો હતો. પરંતુ 2019માં સુપ્રીમ કોર્ટે તેનો ગુનો માન્ય રાખ્યો હતો. પરંતુ બોર્ડને શ્રીસંતની સજા ઓછી કરવા જણાવ્યું હતું. બાદમાં બોર્ડે તેમના પર લાદવામાં આવેલ આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો, જે રવિવારે સમાપ્ત થયો.

શ્રીસંતે 27 ટેસ્ટમાં 87 વિકેટ લીધી હતી

પ્રતિબંધ પહેલા શ્રીસંતે 27 ટેસ્ટમાં 87 અને વનડેમાં 75 વિકેટ લીધી હતી. 2007માં તે T-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીતનાર ઇન્ડિયન ટીમનો સભ્ય હતો. પ્રતિબંધ દરમિયાન તેણે અભિનય અને રાજકારણ બંનેમાં પ્રયાસ કર્યો. ગત વિધાનસભાની ચૂંટણીમાં તે તિરુવનંતપુરમથી ભાજપના ઉમેદવાર હતો અને કોંગ્રેસના ઉમેદવાર વી.એસ.શિવકુમારે તેને હરાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post