• Home
  • News
  • અર્થતંત્રમાં હવે ઝડપી રિકવરી, GST કલેક્શન અને પેટ્રોલ-ડીઝલની ખપતમાં વી-શેપ રિકવરીના સંકેત
post

જૂનમાં પેસેન્જર વાહનોનું વેચાણ ફેબ્રુ.ના સ્તરના 42% સુધી પહોંચી ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 09:36:17

નવી દિલ્હી: અનલૉકની પ્રક્રિયાથી આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી પાટા પર આવવા લાગી છે. એપ્રિલમાં બધું જ ઠપ હતું. હવે જીએસટી કલેક્શન, પેટ્રોલ-ડીઝલની ખપત, ટોલ કલેક્શનમાં વૃદ્ધિ વગેરે મજબૂત રિકવરીના સંકેત આપી રહ્યા છે. આ ટ્રેન્ડ જળવાઇ રહેશે તો વી-શેપ રિકવરી એટલે કે અર્થતંત્રનું ઝડપી બાઉન્સબેક શક્ય જણાઇ રહ્યું છે. સીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બેનરજીએ આ દાવો કરતા કહ્યું કે એનબીએફસી સેક્ટરની ગ્રામીણ ક્ષેત્રોમાં અપાતી લોન સામાન્ય સ્તરના 80% પર પહોંચી ગઇ છે.

આ રીતે મળ્યા ઝડપી રિકવરીના સંકેત

·         જૂનમાં પેસેન્જર વાહનોનું વેચાણ ફેબ્રુ.ના સ્તરના 42% સુધી પહોંચી ગયું. ટુ-વ્હીલર્સનું વેચાણ 78% સુધી રિકવર થઇ ચૂક્યું છે.

·         ટ્રેક્ટરના વેચાણમાં જબરદસ્ત ગ્રોથ છે, જે ફેબ્રુ.ની તુલનાએ 160%ના સ્તરે રહ્યો.

·         રેલવેમાં માલ પરિવહન 88% સુધી પહોંચ્યું.

·         પેટ્રોલની ખપત 89% અને ડીઝલની 88% રિકવર થઇ ચૂકી છે.

·         જીએસટી કલેક્શન 87%ના સ્તર પર છે.

·         ઇ-વે બિલ 75%ના સ્તર સુધી પહોંચી ચૂક્યું છે.

·         ડિજિટલ રિટેલ ટ્રાન્ઝેક્શન 76% પર આવ્યું

 

adv

Related News

post
post
post
post
post
post
post