• Home
  • News
  • રાજુલાના કાતર ગામે એક સાથે 13 સિંહો રાત્રે દેખાતા લોકોમાં ભય
post

સિંહોએ દરિયાઈ વિસ્તારમાં નવુ રહેઠાણ બનાવ્યું અંધારામાં સાવજો ખેતર ખૂંદતા હોયએવો વીડિયો વાયરલ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-16 10:50:19

અમરેલી :  અમરેલી જિલ્લાના રાજુલાના  કાતર ગામ નજીક આવેલા એક વિસ્તારમાં એક સાથે 13 જેટલા સિંહોનું ટોળું જોવા મળ્યું હતું . અને આ સમગ્ર સિંહોની ચહલ પહલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.એક સાથે સિંહ,સિંહણ તેમજ સિંહ બાળ પણ સાથે હોવાનું ચર્ચાઈ રહ્યું છે 

આ સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં જોવા મળી રહેલ દ્રશ્યો પ્રમાણે રાત્રીના અંધારામાં સિંહો ખેતરો ખૂંદતા જોવા મળી રહ્યા છે અને સિંહોને આ વિસ્તારમાં જોઈને કેટલાક શ્વાનો પણ એકાબીજાને સાવધાન રહેવાનો અવાજ  લગાવી રહ્યા છે .અને લોકો આ અદભુત દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે. સાથોસાથ ભયનો માહોલ પણ છવાયેલો છે. 

અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદના દરિયાઈ કાંઠાના વિસ્તારોને સિંહોએ પોતાનું નવું રહેઠાણ બનાવ્યું છે ખાસ કરીને રાજુલાના કાતર ગામે  દરરોજની માટે સિંહો માટે ફરવાનુ સ્થળ બની ચૂક્યું છે રાત્રીના સમયે અવાર-નવાર સિંહો ગામમાં ઘુસી આવે છે જેને લઈને ગામ લોકો અને સ્થાનિક પશુઓમાં ભયનો માહોલ બનીને રહે છે અહીં એક-બે ત્રણ સિંહો અવાર-નવાર જોવા મળતા હોય છે પરંતુ આજે સામે આવેલો એક વિડીયો ચોંકાવનારો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અમરેલી જિલ્લાને સિંહોનો ગઢ માનવામાં આવે છે અને ગામડાઓમાં સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે અવાર- નવાર એક બે સિંહો ધારી,સાવરકુંડલા,રાજુલા,ખાંભા અને લીલીયા વિસ્તારના ગામડાઓમાં જોવા મળતા હોય છે પરંતુ એક સાથે 13 સિંહો દેખાવાએ એક અદભુત ઘટના કહેવામાં આવે છે રાજુલાના કાતર ગામે એક સાથે 13 જેટલા સિંહો જોવા મળ્યા હતા અને જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post