• Home
  • News
  • રાજ્યપાલ અને સરકાર વચ્ચે ઉગ્ર જંગ, તેમને કુલપતિ પદેથી હટાવવા માટે સરકાર લાવશે વટહુકમ
post

વાઇસ ચાન્સેલરોનું રાજીનામું માગ્યા બાદ વકર્યો વિવાદ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-09 18:34:58

નવી દિલ્હી: કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને પિનરાઈ વિજયન સરકાર વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ વકરી રહ્યું છે. હવે, કેરળ સરકાર રાજ્યપાલને યુનિવર્સિટીઓના ચાન્સેલરના પદ પરથી હટાવવા માટે વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે. જોકે, આ વટહુકમ પહેલા રાજ્ય સરકાર નિષ્ણાતોની સલાહ લેશે. ત્યારે મળતી માહિતી મુજબ રાજ્ય કેબિનેટ રાજ્યપાલને યુનિવર્સિટીઓના ચાન્સેલરના પદ પરથી હટાવ્યા બાદ તેમના સ્થાને નિષ્ણાંતની નિમણૂક કરવા પર વિચાર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પશ્ચિમ બંગાળમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યારે મમતા સરકાર તત્કાલિન રાજ્યપાલ જગદીપ ધનખર વિરુદ્ધ આવો જ વટહુકમ લાવવાની હતી. પિનરાઈ વિજયન સરકારનું આ પગલું રાજ્યપાલે નવ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો પાસેથી રાજીનામું માંગ્યા પછી આવ્યું છે.

રાજભવન દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ નવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પદ પરથી રાજીનામું આપવા કહેવામાં આવ્યું હતું. તે જ સમયે, રાજ્યપાલે સિજા થોમસને એ.પી.જે. અબ્દુલ કલામ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, તિરુવનંતપુરમના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા. રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલી નિમણૂકને વિજયન સરકારે હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે, કોર્ટે નિમણૂક પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ રાજ્યપાલના આદેશ બાદ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો પણ કોર્ટમાં ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post