• Home
  • News
  • FIFAએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું:ઓક્ટોબરમાં યોજાનારો અંડર-17 મહિલા વર્લ્ડ કપ પણ મોકૂફ, ભારત પાસેથી યજમાની છીનવાઈ શકે છે
post

અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 11 ઓક્ટોબરથી શરૂ થવાનો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 17:58:09

FIFAએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે, જેને કારણે હવે ભારતમાં 11થી 30 ઓક્ટોબર વચ્ચે યોજાનારા ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે નહીં. જોકે ફિફાએ સ્પષ્ટ કર્યું નથી કે વર્લ્ડ કપ ક્યારે યોજવામાં આવશે.

ફિફા AIFFમાં દખલગીરીથી નારાજ
જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પર AIFFના અધ્યક્ષ પ્રફુલ પટેલને હટાવીને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ની રચના કરવામાં આવી હતી. જોકે ફિફાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે થર્ડ પાર્ટીની દખલગીરીને નથી માનતા. તેઓ યુવા અને રમત-ગમત મંત્રાલયનાં સંપર્કમાં પણ છે. આશા છે કે ટૂંક સમયમાં જ આ મામલાનો ઉકેલ લવાશે.

જોકે થોડા મહિનાથી AIFFમાં બરાબર ચાલી રહ્યું નથી. આ જ વર્ષે સુપ્રીમ કોર્ટના આદેશ પર રમત-ગમત મંત્રાલયે ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ પટેલને સ્પોર્ટ્રસ કોડના ઉલ્લંઘન સામે હટાવી દીધા હતા અને ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું હતું, સાથે જ રતમ-ગમતના સંચાલન માટે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ની રચના કરી હતી, સાથે જ 28 ઓગસ્ટ સુધી ચૂંટણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જ્યારે FIFAએ ફેડરેશનમાં થર્ડ પાર્ટીની દખલગીરીને કારણે AIFFને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, સાથે જ ચેતવણી પણ આપી હતી કે જો દખલગીરી જલદી બંધ કરવામાં ન આવે તો ભારત પાસેથી ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન પણ છીનવાઈ શકે છે.

પ્રફુલ્લ પટેલ 2009થી ફેડરેશનના અધ્યક્ષ છે
કેટલાક મહિનાઓ પહેલાં સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ પ્રફુલ પટેલને સ્પોર્ટ્સ કોડનું પાલન ન કરવા બદલ તેમને હટાવવાની સાથે AIFFને સસ્પેન્ડ કરવામાં આવ્યું અને તેના સ્થાને એક કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ની રચના કરવામાં આવી હતી.

પટેલ 2009થી AIFFના પ્રમુખ હતા. સ્પોર્ટ્સ કોડ ઓફ ઈન્ડિયા અનુસાર, કોઈપણ વ્યક્તિ 3 વખતથી વધુ વખત અધ્યક્ષ બની શકતી નથી. પટેલ પોતાને અધ્યક્ષપદેથી હટાવ્યા બાદ તેમણે એક અરજી પણ દાખલ કરીને માગ કરી હતી કે જ્યાં સુધી નવું બંધારણ સ્વીકારવામાં ન આવે અને નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી તેમનો કાર્યકાળ લંબાવવો જોઈએ, પરંતુ કોર્ટે તેમની માગને નકારી કાઢીને ફૂટબોલના કામકાજની દેખરેખ રાખવા માટે એક કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ની રચના કરી હતી.

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ
COA
માં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એઆર દબે આ કમિટીના અધ્યક્ષ છે. આ ઉપરાંત પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી અને ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ભાસ્કર ગાંગુલી પણ તેમાં સામેલ છે.

અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 11 ઓક્ટોબરથી શરૂ થવાનો હતો
અંડર-17 મહિલા વર્લ્ડ કપ 11થી 30 ઓક્ટોબર સુધી ભુવનેશ્વર, ગોવા અને મુંબઈમાં યોજવાનો પ્રસ્તાવ હતો. તેના સફળ યજમાની માટે કેન્દ્રીય કેબિનેટે પહેલાં જ તેની મંજૂરી આપી દીધી હતી.


જોકે હવે ફિફાના પ્રતિબંધને પરિણામે આગામી 11-30 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ માટે, FIFAએ કહ્યું હતું કે ટૂર્નામેન્ટનું ભાવિ સમયસર નક્કી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો આ મામલો બ્યૂરો ઓફ કાઉન્સિલને મોકલી શકાય છે. FIFAએ સ્પષ્ટ કહ્યું છે કે હવે આ ઈવેન્ટ ભારતમાં એના નિર્ધારિત સમય મુજબ યોજી શકાશે નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post