• Home
  • News
  • ‘ગલી બોય’એ ઈતિહાસ રચ્યો, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ તથા બેસ્ટ ફિલ્મ સહિત 13 અવોર્ડ જીત્યા
post

પહેલી જ વાર મુંબઈથી બહાર અવોર્ડ સેરેમની યોજાઈ, વિકી કૌશલ-કરન જોહરે અવોર્ડ શો હોસ્ટ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:16:46

ગુવાહાટીઃ શનિવાર (15 ફેબ્રુઆરી)ના રોજ 65મા ફિલ્મફેર અવોર્ડ્સમાં ગલી બોયનો દબદબો રહ્યો હતો. આ ફિલ્મે બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર તથા બેસ્ટ ફિલ્મ સહિત 13 અવોર્ડ્સ પોતાને નામે કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં સંજય લીલા ભણશાલીની ફિલ્મ બ્લેક11 ફિલ્મફેર અવોર્ડ્સ જીત્યા હતાં. હવે, ‘ગલી બોય13 અવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.પહેલી જ વાર ફિલ્મફેર અવોર્ડ્સ મુંબઈની બહાર યોજાયા હતાં. ગુવાહટીના ઈન્દિરા ગાંધી એથલેટિક્સ સ્ટેડિયમમાં આ સેરેમની યોજાઈ હતી. અવોર્ડ શોને કરન જોહર તથા વિકી કૌશલે હોસ્ટ કર્યો હતો.

વિનર્સ લિસ્ટ

·         બેસ્ટ એક્ટરઃ રણવીર સિંહ (ગલી બોય)

·         બેસ્ટ એક્ટ્રેસ: આલિયા ભટ્ટ (ગલી બોય)

·         ક્રિટિક્સ બેસ્ટ એક્ટર: આયુષ્માન ખુરાના (આર્ટિકલ 15)

·         ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ: તાપસી પન્નુ-ભૂમિ પેડનેકર (સાંડ કી આંખ)

·         બેસ્ટ ડિરેક્ટરઃ ઝોયા અખ્તર (ગલી બોય)

·         ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મઃ સોનચિડિયા, આર્ટિકલ 15

·         બેસ્ટ ફિલ્મઃ ગલી બોય

·         બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સિદ્ધાંત ચતુર્વેદી (ગલી બોય)

·         બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ અમૃતા સુભાષ (ગલી બોય)

·         બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ આદિય ધર (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક)

·         બેસ્ટ ડેબ્યૂ એક્ટરઃ અભિમન્યુ દાસાની (મર્દ કો દર્દ નહીં હોતા)

·         બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસઃ અનન્યા પાંડે (સ્ટૂડન્ટ ઓફ ધ યર 2)

·         બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) : અરિજીત સિંહ (કલંક નહીં... (ફિલ્મઃ કલંક)

·         બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) : શિલ્પા રાવ (ઘુંઘુર...(ફિલ્મ વૉર)

·         બેસ્ટ ડાયલોગ્સઃ વિજય મૌર્ય (ગલી બોય)

·         બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીઃ અનુભવ સિંહા, ગૌરવ સોલંકી (આર્ટિકલ 15)

·         બેસ્ટ સ્ક્રીનપ્લેઃ રીમા કાગતી, ઝોયા અખ્તર (ગલી બોય)

·         બેસ્ટ લિરિક્સઃ ડિવાઈન, અંકુર તિવારી (અપના ટાઈમ આયેગા...(ફિલ્મઃ ગલી બોય)

·         બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ ગલી બોય (અંકુર તિવારી, ઝોયા અખ્તર), કબીર સિંહ (મિથુન, અમાલ મલિક, વિશાલ મિશ્રા, સંચેત પરંપરા, અખિલ સચદેવ)

·         બેસ્ટ વીએફએક્સ: વિશાલ આનંદ (વૉર)

·         બેસ્ટ એક્શનઃ પોલ જેનિંગ્સ, ઓહ સી યંગ, પરવેઝ શેખ, ફ્રેન્ઝ સ્પિલહોસ (વૉર)

·         બેસ્ટ કોરિયોગ્રાફીઃ રેમો ડિસોઝા (ઘર મોરે પરદેસિયા... (ફિલ્મઃ કલંક)

·         બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ જય ઓઝા (ગલી બોય)

·         બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઃ કર્ષ કાલે, ધ સાલવેઝ ઓડિયો કલેક્ટિવ (ગલી બોય)

·         બેસ્ટ એડિટિંગઃ શિવકુમાર વી પણિક્કર (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક)

·         બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનઃ બિશ્વદિપ દિપક ચેટર્જી તથા નિહાર રંજન સામલ (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક)

·         બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ સુજૈન કેપલન મેર્વાંજી (વૉર)

·         બેસ્ટ કોસ્ચ્યૂમઃ દિવ્યા ગંભીર, નિધિ ગંભીર (સોનચિડિયા)

·         લાઈફ ટાઈમ અચીવમેન્ટઃ રમેશ સિપ્પી

·         બેસ્ટ એક્ટ્રેસ (શોર્ટ ફિલ્મ) : સારા હાશ્મી (બેબાક)

·         બેસ્ટ એક્ટર (શોર્ટ ફિલ્મ) : રાજેશ શર્મા (ટિંડે)

·         બેસ્ટ એક્શન (શોર્ટ ફિલ્મ) : શાઝિયા ઈકબાલ (બેબાક)

·         બેસ્ટ નોન ફિક્શન (શોર્ટ ફિલ્મ) : અનંત નારાયણ મહાદેવન (વિલેજ ઓફ અ લેસર ગોડ)

·         પીપલ ચોઈસ અવોર્ડ (બેસ્ટ શોર્ટ ફિલ્મ) રોહિત બાપુ કામ્બલે (દેશી)

·         એક્સલન્સ ઈન સિનેમાઃ ગોવિંદા

·         સ્પેશિયલ અવોર્ડ મનિષ મલ્હોત્રાઃ બોલિવૂડ ફેશનમાં 30 વર્ષના યોગદાન માટે

સેલેબ્સ આગવા અંદાજમાં જોવા મળ્યા
અવોર્ડ સેરેમની માટે બોલિવૂડના બિગ સ્ટાર્સ એક દિવસ પહેલાં જ ગુવાહટી આવી ગયા હતાં, જેમાં અક્ષય કુમાર, કરન જોહર, અનિલ કપૂર, રણબીર કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, કાર્તિક આર્યન, સારા અલી ખાન, અનન્યા પાંડે, પૂજા હેગડે, મનિષ મલ્હોત્રા, વાણી કપૂર, શ્રદ્ધા કપૂર, ટાઈગર શ્રોફ, રણવીર શૌરી, સાન્યા મલ્હોત્રા સામેલ હતાં.

65 વર્ષ પહેલાં અવોર્ડ શોની શરૂઆત થઈ હતી
અંગ્રેજી મેગેઝીન ફિલ્મફેરે હિંદી ફિલ્મમાં વિવિધ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આ અવોર્ડની શરૂઆત કરી હતી. 1954માં જ્યારે નેશનલ અવોર્ડની પણ શરૂઆત નહોતી થઈ ત્યારે ફિલ્મફેર અવોર્ડની શરૂઆત થઈ હતી. અવોર્ડ જનતાના મત તથા જ્યૂરીના સભ્યોના મતના આધારે આપવામાં આવ્યા હતાં. પહેલાં આ અવોર્ડનું નામ ધ ક્લેયર્સહતું, જે ફિલ્મ ક્રિટિક ક્લેયરના નામ પર આધારિત હતું. 21 માર્ચ, 1954માં શરૂ થયેલા આ અવોર્ડમાં પહેલાં માત્ર પાંચ અવોર્ડ આપવામાં આવ્યા હતાં.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post