• Home
  • News
  • ઐતિહાસીક ચુકાદો : રામલલ્લા ન્યાસને વિવાદિત જમીન મળી, મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીનનો નિર્ણય; મંદિર નિર્માણ માટે કેન્દ્ર ટ્રસ્ટ બનાવશે
post

સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન આપવા આદેશ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-09 11:16:53


નવી દિલ્હી : 

 સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન આપવા આદેશ

રામજન્મભૂમિ ન્યાસને વિવાદિત જમીન

શિયા વકફ બોર્ડને ૫ એકર જમીન આપવા આદેશ

નિર્મોહી અખાડા અને શિયા-સુન્ની વકફ બોર્ડના દાવા ફગાવાયા

વિવાદિત જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવાનો નિર્ણય

૩ મહિનાની અંદર સરકાર ટ્રસ્ટ બનાવશે

મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા આદેશ

 

 

સુપ્રીમ કોર્ટની સભ્યોની બેન્ચ આજે અયોધ્યા વિવાદ પર ચુકાદો આપવાની શરૂઆત કરી દીધી છે. ચીફ જસ્ટિસ રજંન ગોગોઈએ ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

 

સુનાવણી દરમિયાનની અપડેટેસ

·         ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી

 

·         ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.

 

·         સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીન રેવન્યૂ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત માળખા પર હતો. તે અરજી ફગાવી દેવામાં આવી છે.

 

·         સુપ્રીમ કોર્ટે કહ્યું- રામ જન્મભૂમિ સ્થાન ન્યાયિક વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો નકાર્યો છે. નિર્મોહી અખાડાએ જન્મભૂમિના મેનેજમેન્ટનો અધિકાર માંગ્યો હતો.

 

·         ચીફ જસ્ટિસે કહ્યું- વિવાદિત માળખુ ઈસ્લામિક મૂળનું માળખુ નથીપરંતુ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેમના રિપોર્ટમાં એવું નથી કહ્યું કેમસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું છે.

 

·         તોડી પાડવામાં આવેલું માળખુ ભગવાન રામનું જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માલિકી હકને ધર્મઆસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. આ કોઈ વિવાદ પર નિર્ણય થવાના સંકેત હોઈ શકે છે.

 

·         મસ્જિદ ખાલી જગ્યામાં નહતી બની

·         મંદિર માટે મસ્જિદ તોડાઈ હોવાની સ્પષ્ટ નથી

·         ASIએ તેમના રિપોર્ટમાં મંદિરની વાત કરી છે

·         સુપ્રીમ કોર્ટે શિયા-સુન્ની બોર્ડની અરજી ફગાવાઈ

·         નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવવામાં આવી

 

 

adv

Related News

post
post
post
post
post
post
post