• Home
  • News
  • ફાઇનલ પ્રેસિડેન્શિયલ ડિબેટ:ટ્રમ્પે ભારતને ગંદું ગણાવ્યું, કહ્યું- ચીન અને રશિયાને જુઓ, આ પણ હવા ખરાબ કરવા માટે જવાબદાર
post

પ્રથમ ચર્ચા 29 સપ્ટેમ્બરે થઈ હતી, આ દરમિયાન ટ્રમ્પ અને બાઇડને અનેકવાર એકબીજાને રોકટોક કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 10:15:17

અમેરિકાના નેશ્ચિલેમાં ત્રીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ કેન્ડિડેટ જો બાઇડન એમાં સામેલ થયા છે. કુલ 90 મિનિટની ચર્ચાને 15-15 મિનિટના છ ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ડિબેટમાં બાઇડન અને ટ્રમ્પે અનેકવાર એકબીજાને રોકટોક કરી હતી, આથી કમિશન ઓફ ડિબેટ (સીપીડી)એ આ વખતે મ્યૂટ બટનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે અર્થાત એક ઉમેદવાર જ્યારે મોડરેટરના સવાલનો જવાબ આપી રહ્યો હોય તો બીજાનો માઇક્રોફન બંધ રહેશે.

બીજી ચર્ચા 22 ઓક્ટોબરે થવાની હતી. ત્યારે ટ્રમ્પ કથિત રીતે સંક્રમણમુક્ત થઈ ચૂક્યા હતા. સીપીડીએ એને વર્ચ્યુઅલ ફોર્મમાં કરાવવાનું કહ્યું હતું. રાષ્ટ્રપ્રમુખ એ માટે તૈયાર નહોતા. ત્યાર પછી ડિબેટ રદ કરાઈ હતી. આમ, ટેક્નિકલી આ બીજી ડિબેટ જ છે. રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી 3 નવેમ્બરે થવાની છે.

6 મુદ્દા પર ચર્ચા

·         કોવિડ-19, અમેરિકન પરિવાર, અમેરિકામાં વંશવાદ, ક્લાઈમેટ ચેન્જ, નેશનલ સિક્યોરિટી અને લીડરશિપ

·         પહેલો મુદ્દો કોરોના વાઇરસ જ રહ્યો. બાઇડન આ મુદ્દાને સળગાવવા માગે છે, તેમણે ટ્રમ્પ પર શરૂઆતમાં પ્રહાર કર્યા

બાઇડનઃ એક એવી વ્યક્તિ, જેને કારણે લાખો અમેરિકન નાગરિકોનાં મોત થયાં. જે મહામારી માટે જવાબદાર હોય તેને રાષ્ટ્રપતિપદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. ટ્રમ્પ પાસે આ મહામારી સામે પહોંચી વળવાની કોઈ યોજના ન હતી. હું તમને વિશ્વાસ અપાવું છું કે જો અમે સત્તામાં આવીશું તો દરેકે માસ્ક પહેરવું પડશે. આ ઉપરાંત ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે.

ટ્રમ્પઃ તમે ખોટા અને કોઈપણ પ્રકારની માહિતી વગર આરોપ લગાવી રહ્યા છો. અમે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. અમેરિકા જ નહીં, પણ દુનિયાનો દરેક દેશ આ મહામારીમાં સપડાઈ ગયો છે. થોડાંક સપ્તાહમાં અમે વેક્સિન લાવી રહ્યા છીએ. મહામારીને કારણે અમે અમેરિકાને બંધ ન કરી શકીએ. તમારી જેમ બેઝમેન્ટમાં સંતાવું અમને મંજૂર નથી.

બાઈડનનો આરોપઃ જો માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હોત તો 10 હજાર લોકોના જીવ બચાવી શકાયા હોત. મારી પાસે આની સામે પહોંચી વળવાની યોજના છે. ટ્રમ્પ કોરોના ટાસ્કફોર્સના ચીફ. ડો એન્થોની ફૌસીની વાત જ નથી માનતા. શું તેઓ તેમના કરતાં પણ એક્સપર્ટ છે?
ટ્રમ્પનો જવાબઃ આ કેવી બીક છે, અમે દુનિયાની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી ઈકોમોનીને જ બંધ કરી દીધી. આવી બીમારી જેને ચીને ફેલાવી. પહેલાંની તુલનામાં ડેથ રેટ ઘટ્યો છે. લોકડાઉનનો નિર્ણય રાજ્યોએ કરવાનો છે, કેન્દ્રએ નહીં. વેક્સિન હવે તૈયાર છે. વર્ષના અંત સુધી બજારમાં આવી જશે, હું સંક્રમિત થયો તો ઘણું બધું શીખ્યો. હું બધાની વાત સાંભળું છું, પણ મને લાગે છે કે ડો. ફૌસી ડેમોક્રેટ છે, જવા દો. તેનાથી ફરક નથી પડતો.

ચૂંટણીમાં વિદેશી શક્તિઓની દખલગીરી
બાઇડનઃ એક વાત સમજી લો. જો અમે સત્તામાં આવીશું તો એ બહારની શક્તિઓને પાઠ ભણાવાશે, જેમણે દેશની ચૂંટણીમાં દખલગીરી કરવાનું કાવતરું કર્યું છે. અમે જાણીએ છીએ કે આ ચૂંટણીમાં રશિયા,ઈરાન અને ચીન દખલગીરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. હું જીતીશ તો તેમને પાઠ ભણાવીશ. રશિયા નથી ઈચ્છતું કે હું ચૂંટણી જીતું. મેં આખા જીવનમાં કોઈ વિદેશ કંપની પાસેથી પૈસો લીધો નથી. ટ્રમ્પે ટેક્સચોરી કરી. તેમનું ચીનની બેન્કમાં અકાઉન્ટ છે.

ટ્રમ્પઃ રશિયા પર મારા જેવું કડક વલણ ઈતિહાસમાં કોઈઓ નહીં રાખ્યું હોય. બાઈડનને વિદેશ કંપનીઓ પાસેથી પૈસા મળ્યા. હું ટેક્સ રિલીઝની માહિતી એટલા માટે નથી આપી શકતો, કારણ કે એનું ઓડિટ ચાલી રહ્યું છે. આટલી ખબર તો તમને પડવી જ જોઈ કે કાયદો શું કહે છે. તમારા પરિવારે વિદેશી કંપનીઓમાં ખુબ પૈસા કમાયા છે. જ્યારે બાઈડન વાઈસ-પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમના ભાઈ અને દીકરાઓની તિજોરી ભરતા હતા. તેમનો પરિવાર વેક્યુમ ક્લીનર જેવો છે.

હેલ્થ
બાઈડનઃ ટ્રમ્પે ઓબામા કેર હેલ્થ બિલને આગળ લાગુ કરવા માટે ઈન્કાર કરી દીધો. તેઓ એ પણ નથી જણાવતા કે આની જગ્યાએ કયું નવું બિલ લાવશે. તમારી પાસે કોઈ યોજના છે? અમે 10 વર્ષમાં 70 અબજ ડોલર ખર્ચ કરીશું.

ટ્રમ્પઃ મેં ક્યારેય ઓબામા કેરને લાગુ કરવાની ના પાડી નથી. તમારી જેમ અમે પણ આ બિલનો ફાયદો આપવા માગીએ છીએ, પણ આ મારો વાયદો છે કે અમે એના કરતાં પણ સારું બિલ લાવી રહ્યા છીએ. એનું પ્રીમિયમ ઓબામા કેરથી ઓછું હશે, પણ જો સુપ્રીમ કોર્ટને આના માટે વાંધો છે તો પછી નવું બિલ લાવવું જ પડશે. હું આ અંગે વધુ માહિતી નથી આપી શકતો. દવા સસ્તી હશે.

રિલીફ બિલ
બાઈડનઃ આપણે વિચારવું પડશે કે રિલીફ બિલનું શું થયું. સંસદે 3.4 ટ્રિલિયન ડોલરના બિલને મે મહિનામાં જ મંજૂરી આપી દીધી હતી. તમે એને ઘટાડીને 2.4 ટ્રિલિયન ડોલર કરી દીધી હતી. તમારા સહયોગીઓ પાસેથી પણ સલાહ લેવાનું ઉચિત ન સમજ્યું. તમારા માટે એ રાજ્ય કોઈ કામનાં નથી, જ્યાં ડેમોક્રેટ સરકાર છે. તમે દેશને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનમાં વહેંચીને જુઓ.

ટ્રમ્પઃ સ્પીકર નેન્સી પેલોસી રિલીફ પેકેજને મંજૂરી આપવામાં મોડું કરી રહ્યા છે. મેં તો મે મહિનામાં જ તેને મંજૂરી આપી દીધી હતી. એ હજુ સુધી વિચાર કરી રહ્યા છે. પેલોસી કદાચ 3 નવેમ્બરની રાહ જોઈ રહ્યા છે. તેમને લાગે છે કે તમે જીતશો તો આ બિલને મંજૂરી આપી દેવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post