• Home
  • News
  • Petrol-Diesel ના વધતા જતા ભાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
post

આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 17:56:02

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે એક ગંભીર મુદ્દો છે જેમાં ભાવ ઓછા કરવા ઉપરાંત કોઇપણ જવાબ કોઇને સંતુષ્ટ ન કરી શકે. કેંદ્ર અને રાજ્ય બંનેને ગ્રાહકોને યોગ્ય સ્તર પર છુટક ઇંધણ મૂલ્યમાં ઘટાડો લાવવાની વાત કરવી જોઇએ.

આ સાથે જ તેમણે કહ્યું કે 'ઓપીઇસી દેશોએ ઉત્પાદન જે અનુમાન લગાવ્યું હતું તે પણ નીચે આવવાની સંભાવના છે જે ફરીથી ચિંતા વધારે છે. ઓઇલના ભાવ પર સરકારનું નિયંત્રણ નથી તેને ટેક્નિકલ રીતે મુક્ત કરી દેવામાં આવ્યું છે. ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલની આયાત કરે છે, રિફાઇન કરે છે અને વેચે છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રીની પ્રતિક્રિયા એવા સમયે આવી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ મુદ્દાને કેંદ્ર સરકાર વિપક્ષના નિશાના પર છે. પેટ્રોલના ભાવ શનિવારે મુંબઇમાં 97 રૂપિયા પ્રતિ પ્રતિના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઇ હતી, જ્યારે ડીઝલના ભાવ 88 રૂપિયાના સ્તરને પાર કરી ગયો. 

સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓ દ્રારા નોટિફિકેશનના અનુસાર શનિવારે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 39 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 87.75 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે અમદાવાદમાં ડીઝલની કિંમત 87.17 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દિલ્હીમાં આજે પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે, મુંબઇમાં પણ પેટ્રોલ 97.00 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. કલકત્તામાં આજે પેટ્રોલ 91.78 પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 92.59 રૂપિયા પ્રતિ લીટર છે.

આ વર્ષે 20 વખત વધ્યા ભાવ
આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે દેશના ઘણા શહેરોમાં તો પેટ્રોલની કિંમત શતક મારી ચૂકી છે. 

કેમ વધી રહ્યાં છે પેટ્રોલ ડીઝલના ભાવ
કારણ નંબર - 1 : પેટ્રોલ ડીઝલની કિંમતો બેલગામ કેમ થઈ રહી છે, તેની પાછળ સરકારનો તર્ક છે કે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી કાચા તેલનો ભાવ 50 ટકા વધીને 63.3 ડોલરને પાર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી કાચા તેલ 21 ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. કેમ કે, દુનિયાભરમાં આર્થિક ગતિવિધિઓમાં સારી પ્રગતિ દેખાઈ રહી છે. જોકે, આ કારણ પૂરતુ નથી. કેમ કે, ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલની કિંમતમાં આજની સરખામણીમાં બહુ જ સારું હતું. આમ છતાં લોકોને પેટ્રોલ ડીઝલ મોંઘું મળી રહ્યું છે. 

કારણ નંબર-2 : પેટ્રોલ ડીઝલ મોંઘુ થવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ. 2020ની શરૂઆતમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુ 19.98 રૂપિયા હતી, જે વધીને 32.98 રૂપિયા કરી દીધી છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી 15.83 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 31.83 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. 

કારણ નંબર-3 : કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારો પણ પેટ્રોલ ડીઝલ પર VAT વધાર્યું છે. દિલ્હી સરકારે જ પેટ્રોલ પર  VAT 27 ટકાથી વધારીને 30 ટકા કરી દીધું છે. જ્યારે કે ડીઝલ પર VAT મે મહિનામાં 16.75 ટકાથી વધારીને 30 ટકા કરી દીધું છે. પરંતુ જુલાઈમાં ફરીથી ઘટાડીને 16.75 ટકા કરી દીધું હતું. પેટ્રોલની બેઝ પ્રાઈસ 31.82 રૂપિયા પ્રતિ લીટર છે. આવામાં કેન્દ્ર અને રાજ્યોનો ટેક્સ મિક્સ કરીને જોવા જઈએ તો બેઝ પ્રાઈઝથી 180 ટકાની નજીક ટેક્સ વસૂલે છે. આ રીતે સરકારો ડીઝલની બેઝ પ્રાઈસથી 141 ટકા વેક્સ વસૂલી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post