• Home
  • News
  • મનમોહન સિંહ અને રઘુરામ રાજનના સમયે સરકારી બેન્કોની પરિસ્થિતી સૌથી ખરાબ- નાણામંત્રી
post

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કોલંબિયા યૂનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને RBIના પૂર્વ ગવર્નર રઘુપામ રાજનનો કાર્યકાળ સરકારી બેન્કો માટેનો સૌથી ખરાબ સમય હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 15:45:39

ન્યૂયોર્કઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કોલંબિયા યૂનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને RBIના પૂર્વ ગવર્નર રઘુપામ રાજનનો કાર્યકાળ સરકારી બેન્કો માટેનો સૌથી ખરાબ સમય હતો. તેમના સમયમાં અંગત નેતાઓને ફોન પર લોન આપવામાં આવતી હતી. તે ખાડામાંથી બહાર આવવા માટે PSU બેન્ક અત્યાર સુધી સરકારને મળનારી પૂંજી પર નિર્ભર છે. સીતારમણે કહ્યું કે, અત્યાર સુધી તમામ બેન્કોની મદદ કરવી તેની પ્રાથમિકતા છે.

રઘુરામ રાજને ગત દિવસોમાં એક લેક્ચરમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે પહેલા કાર્યકાળમાં અર્થવ્યવસ્થા યોગ્ય કામગીરી કરી નથી, કારણ કે સરકાર સમગ્ર રીતે કેન્દ્રીયકૃત હતી. આર્થિક વિકાસ દર હાંસિલ કરવા માટે સરકારની દ્રષ્ટિ સ્પષ્ટ હોય તેવું લાગતું નથી. જેના વળતા જવાબમાં સીતારમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે ડો.રાજન એ વાતથી સહેમત થશે કે મનમોહન સિંહનો ભારત પ્રત્યે એક જેવો અને સ્પષ્ટ રીતે વ્યક્તદ્રષ્ટિકોણ રહેશે.

સીતારમણે કહ્યું કે, હું આભારી છું કે રાજને અસેટ ક્વોલિટી રિવ્યૂ કર્યો, પરંતુ લોકો જાણવા માંગે છે કે બેન્કોની આજે જે પરિસ્થિતી છે તેના માટે કોણ જવાબદાર છે? સીતારમણે ટોણો મારતા કહ્યું કે, એક સારા સ્કોલર તરીકે રાજનનું સન્માન કરું છું, તેમણે જે સમયે આરબીઆઈના ગવર્નર બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે ભારતની અર્થવ્યવસ્થા સારી હતી.

સીતારમણે કહ્યું કે, જો કોઈના એવા વિચાર છે કે ભારતનું નેતૃત્વ કેન્દ્રીયકૃત બની ગયું છે તો હું કહેવા માંગીશ કે નેતૃત્વનું વધારે પડતું લોકતાંત્રિક થવાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. લોકતાંત્રિકની જગ્યાએ પ્રભાવશાળી નેતૃત્વ હોવું જરૂરી છે. ભારતની જેમ વિવિધતાપૂર્ણ અને પ્રભાવી નેતૃત્વ વાળો દેશ હોવો જોઈએ. પહેલા ભ્રષ્ટાચારની દુર્ગંધથી ડર લાગતો હતો, જેને અમે આજે સાફ કરી રહ્યાં છીએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post