• Home
  • News
  • નાણાપ્રધાન સીતારમણે કહ્યું- કોરોનાને કારણે મોંઘવારી વધશે
post

ભારતીય અર્થતંત્ર પણ ચીનની અડફેટમાં, કાચા માલની તંગી થવાથી ઉત્પાદનને અસર થવા માંડી ભારતની 28 ટકા આયાતને અસર થાય તેમ છે: સીતારમણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:06:42

નવી દિલ્હી: કોરોના વાઈરસના જોખમ મુદ્દે મંગળવારે યોજાયેલી ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એસોસીએશનની બેઠક પછી નાણાપ્રધાન સીતારમણે કહ્યું છે કે હાલ તુરંત કોઈ જોખમ નથી પરંતુ ટૂંકા ગાળા માટે કોરોનાને કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે. કાચા માલના પુરવઠામાં હાલ કોઈ ઘટ નથી પણ ભવિષ્યમાં થઈ શકે છે. તેમ છતાં બુધવારે સંબંધિત મંત્રાલયના સચિવો સાથે એક બેઠક યોજાવાની છે. જો જરૂર પડશે તો પીએમઓ સાથે પણ વાતચીત કરાશે. તેમણે ભાવ વધારા અંગે કહ્યું કે ટૂંકાગાળા માટે ભાવ વધારો થઈ શકે છે પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી. જો કે સપ્લાય ચેનને અસર થવાની આશંકા વ્યક્ત કરી હતી.


ઔરંગાબાદમાં લગભગ 4000 જેટલી નાની કંપનીઓ ચીનની આયાત પર નિર્ભર
સીતારમણે કહ્યું કે ચીનથી આયાત કરાતા કાચા માલના પુરવઠા પર ઘણી અસર થઈ છે. જે ઉદ્યોગો ચીન પર નિર્ભર છે તેમની ફરિયાદ મળી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લગભગ 4000 જેટલી નાની કંપનીઓ ચીનની આયાત પર નિર્ભર છે. ભારતની 28 ટકા આયાતને અસર થાય તેમ છે. ઇલેક્ટ્રીક મશીનરી, મિકેનીકલ એપ્લાયન્સ, ઓર્ગેનીઝ કેમિકલ, પ્લાસ્ટિક અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટની મોટાપાયે આયાત કરવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post