• Home
  • News
  • સરથાણા જકાતનાકા પાસે કારના એસી સર્વિસ સેન્ટરમાં વિકરાળ આગ
post

સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-17 11:00:30

સુરતઃ સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસમાં આવેલા 3 જેટલી દુકાન પણ આગની લપેટમાં આવી ગઈ હતી. આગને પગલે ફાયરના જવાનોને તાત્કાલિક દોડી આવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો અને ફાયરના જવાનોએ આજુબાજુના 6 ફાયર સ્ટેશનોની ગાડીઓને પણ ત્યાં બોલાવી પડી હતી.

સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી. એસી સર્વિસ સેન્ટરમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલા પલ ઓટો એજન્સી, કૃષ્ણા મોટર્સ, જલારામ એલાઈમેન્ટ ગેરેજમાં પણ એક પછી એક ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોટાવરાછા ફાયર સ્ટેશન સિવાય ડુંભાલ, કાપોદ્રા તેમજ ઘાંચી શેરીમાંથી ફાયર બાઉઝર, ફાયર એન્જીન તેમજ વોટર ટેન્કરો રવાના કરાયા હતા. ડીજીવીસીએલે વિસ્તારમાં પાવર કાપ કરી દીધો હતો. વધુમાં ફાયરના સ્ટાફે જણાવ્યું કે આગ એક ફોર વ્હીલ ગાડીમાં લાગી હતી, જેમાં સીએનજી કીટ હતી. શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોય એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.

વિકરાળ આગના પગલે આગ ને કાબુમાં લેતા એક માર્સલ કાર્તિક પટેલને પગના ભાગે ઇજા થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. જ્યારે પાણીનો મારો ચલાવી પાંચ કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે, કૃષ્ણા મોટર્સમાં પાર્ક 5 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે પલ ઓટો એજન્સીમાં કારના સ્પેર પાર્ટ સંપૂર્ણ બળી ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post