• Home
  • News
  • ન્યૂયોર્કમાં ફાયરિંગઃ એકનું મોત, પોલીસ અધિકારી સહિત આઠને ઈજા
post

ફાધર્સ ડેનું સેલિબ્રેશન ચાલતું હતું ત્યારે અંધાધૂંધ ગોળીઓ વરસી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 10:50:32

ન્યૂયોર્કના હાર્લેમમાં ફાધર્સ ડેનું સેલિબ્રેશન ચાલતું હતું ત્યારે જ અંધાધૂંધ ગોળીઓ વરસી હતી. જે ફાયરિંગમાં એકનું મોત થયું હતું. આઠને ઈજા પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ગન કબજે કરી હતી. હુમલાખોર પકડાયો ન હતો. હુમલાખોરની શોધખોળ આદરી હતી. ફાયરિંગની વધતી ઘટનાઓથી લોકોમાં દહેશત ફેલાઈ હતી.


ન્યૂયોર્કના પોલીસ કમિશ્નર કિચન્ટ સેવેલના કહેવા પ્રમાણે ફાધર્સ ડે વીકએન્ડ હોવાથી લોકો પરિવાર સાથે સમય વીતાવતા હતા. એવો જ એક કાર્યક્રમ હાર્લેમની એક ગલીમાં યોજાતો હતો. એ સંગીતમય કાર્યક્રમમાં અચાનક અંધાધૂંધ ગોળીઓ વરસવાનું શરૃ થયું હતું. લોકો કંઈ સમજે કે વિચારે તે પહેલાં નવ લોકો હુમલાખોરની ગોળીથી વિંધાયા હતા.


ચારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. એમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એ પછી અન્ય પાંચ ફૂટપાથ પર ઘાયલ થયેલા મળી આવ્યા હતા. ઘાયલ થયેલા લોકોમાંથી બેને વધુ ઈજા પહોંચી હોવાનું પોલીસે કહ્યું હતું. હુમલાખોર વિશે વધુ જાણકારી એકઠી કરવામાં આવી રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ગન કબજે કરી હતી. ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન અને સીસીટીવીના આધારે પોલીસે હુમલાખોરને પકડી દેવાની કવાયત હાથ ધરી હતી.


અમેરિકામાં સતત ફાયરિંગની ઘટના બનતી હોવાથી લોકોમાં દહેશતનો માહોલ છે. ન્યૂયોર્કના વ્યસ્ત વિસ્તારમાં વીક એન્ડ વખતે જ ગોળીઓ વરસી હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post