• Home
  • News
  • અમેરિકાના પર્લ હાર્બરમાં ગોળીબાર, હુમલાખોર સહિત 3ના મોત
post

અમેરિકાના એક મિલેટરી બેઝ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-05 11:17:38

પર્લ હાર્બરઃ અમેરિકાના એક મિલેટરી બેઝ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર બુધવારે બપોરે જોઇન્ટ બેઝ પર્લ હાર્બર-હિકમમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઇ ઘાયલ થયું હોય તેવું અધિકૃત નિવેદન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ઘટનાના પગલે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.

ઓહુ સમુદ્ર તટના કિનારે આવેલા પર્લ હાર્બર બેઝમાં વાયુ સેના અને નૌસેના બન્નેના સૈન્ય મથકો આવેલા છે. સિક્યોરિટી સંસ્થાઓએ બપોરે 2.30 વાગ્યાની આસપાસ હોનુલુલુ નજીક અમેરિકાના નેવી અને એર ફોર્સ બેઝમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. જે અંગે ટ્વિટ પણ કરવામાં આવ્યું છે.

ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ આરકેએશ ભદૌરિયા ઘટના સમયે પર્લ હાર્બરમાં જ હતા. તેઓ હિંદ-પ્રશાંત વિસ્તારના ઓફિસરો સાથે એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. ભારતીય વાયુસેનાના દરેક અધિકારીઓ સુરક્ષીત છે. ઘટના પછી બેધ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર પોલીસ અને મિલેટ્રી ટીમના વાહનોને જ અંદર જવાની મંજૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post