• Home
  • News
  • પહેલી 2 હાર ભારતને મોંઘી પડી:ન્યૂઝીલેન્ડે 11 બોલ પહેલા 8 વિકેટથી મેચ જીતી, વિરાટ સેના સેમિફાઈનલ રેસમાંથી બહાર ફેંકાઈ
post

ગ્રુપ-Bમાંથી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-08 12:29:15

રવિવારે રમાયેલી T-20 વર્લ્ડ કપ 2021ની અત્યંત મહત્ત્વપૂર્ણ મેચ ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી જીતી લીધી છે. અફઘાનિસ્તાને આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી, ત્યારે પહેલા બેટિંગ કરતા AFG20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 124 રન કર્યા હતા. જેને ન્યૂઝીલેન્ડે 11 બોલ પહેલા ચેઝ કરી મેચ જીતી લીધી છે. આની સાથે જ 8 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડ કપ 2021ની સેમિફાઈનલમાં ક્વોલિફાય થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પહેલી 2 હાર ભારતીય ટીમને આંખમાં કણાની માફક ખૂંચી અને વિરાટ સેનાની સફર અહીં સમાપ્ત થઈ ગઈ છે. ભારત આ WCની છેલ્લી મેચ નામિબિયા સામે રમશે. 

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત ખાસ રહી નહોતી અને ચોથી ઓવરના પહેલા જ બોલ પર મુજીબ ઉર રહેમાને, ડેરીલ મિશેલ (17)ને આઉટ કર્યો હતો. ત્યારપછી ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ રાશિદ ખાને માર્ટિન ગુપ્ટિલ (28)ને આઉટ કરીને લીધી હતી. ત્યારપછી ડેવોન કોનવે અને કેન વિલિયમ્સન વચ્ચે 56 બોલમાં 68 રનની પાર્ટનરશિપે કીવી ટીમને મેચ જિતાડી હતી.

અફઘાનિસ્તાને તક ગુમાવી
11
મી ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમે ડેવોન કોનવેની વિકેટની મોટી તક ગુમાવી દીધી હતી. વાસ્તવમાં કોનવે હામિદ હસનની ઓવરમાં શોટ લગાવવાના પ્રયાસમાં મોહમ્મદ શહેઝાદના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો, પરંતુ વિકેટકીપર શહજાદ કે ટીમના કોઈ ખેલાડીએ આની વિરૂદ્ધ અપીલ કરી નહોતી. તેની બીજી ઓવરમાં, બોલ ડેવોન કોનવેના બેટની એડ્જ લઈ શહેઝાદના ગ્લવ્સમાં ગયો હોવાનું બહાર આવ્યું હતું.

રાશિદની 400 વિકેટ પૂરી
મેચમાં માર્ટિન ગુપ્ટિલની વિકેટ લેવાની સાથે રાશિદ ખાને T20 ફોર્મેટમાં પોતાની 400મી વિકેટ લીધી હતી. આ સિદ્ધિ મેળવનાર તે અફઘાનિસ્તાનનો પહેલો અને વિશ્વનો ચોથો બોલર બની ગયો છે.

 

અફઘાનિસ્તાનની ખરાબ બેટિંગ, ઝાદરાને લાજ રાખી
ટોસ જીતીને પહેલા રમતા AFGની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી ઓવરમાં એડમ મિલ્ને મોહમ્મદ શહઝાદ (4)ને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. તેની બીજી જ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે હઝરતુલ્લા ઝઝઈ (2)ની વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનને ત્રીજો ફટકો ટિમ સાઉદીએ રહેમાનુલ્લા ગુરબાઝ (6)ને આઉટ થયો હતો. જોકે અફઘાનિસ્તાનની એક બાજુ બેક ટુ બેક વિકેટ પડતી રહેતી હતી, ત્યારે ઝાદરાને વિસ્ફોટક ઈનિંગ રમી ટીમને સન્માન જનક સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે 3 સિક્સ અને 6 ચોગ્ગા સાથે 48 બોલમાં 73 રન કર્યા હતા.

·         મોહમ્મદ નબી અને નજીબુલ્લાહ ઝાદરાને ચોથી વિકેટ માટે 48 બોલમાં 59 રન જોડ્યા હતા.

·         T20Iમાં નજીબુલ્લાહ ઝાદરાન (73)ની આ છઠ્ઠી ફિફ્ટી હતી.

·         નીશમે અફઘાનિસ્તાનની ઈનિંગની છેલ્લી ઓવરમાં 2 રન આપી 1 વિકેટ લીધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post