• Home
  • News
  • વિશ્વમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાએ આચાર સંહિતા જાહેર કરી, ફેસબુક-ગૂગલે ન્યૂઝ માટે ઓસ્ટ્રેલિયન મીડિયાને પેમેન્ટ કરવું પડશે
post

ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી જોશ ફ્રાયડેનબર્ગે કહ્યું કે મુસદા પર 28 ઓગસ્ટ સુધી ચર્ચા કર્યા પછી તેને સંસદમાં રજૂ કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:15:51

સિડની: અમેરિકી ટેક કંપનીઓ ફેસબુક-ગૂગલે ઓસ્ટ્રેલિયન મીડિયા કંપનીઓ પાસેથી મેળવાતા સમાચાર માટે ચુકવણી કરવી પડશે. સ્વતંત્ર પત્રકારિતાને બચાવવા માટે ટેક કંપનીઓ પર કડકાઈ કરનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે. સરકારે આ માટે આચાર સંહિતાનો મુસદ્દો જાહેર કર્યો છે. અત્યાર સુધી આચાર સંહિતા બનાવવામાં નિષ્ફળ રહેલા દેશો પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ અંગે ફેસબુક અને ગૂગલ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી જોશ ફ્રાયડેનબર્ગે કહ્યું કે મુસદા પર 28 ઓગસ્ટ સુધી ચર્ચા કર્યા પછી તેને સંસદમાં રજૂ કરાશે. વર્ષના અંત સુધીમાં તે કાયદો બની જશે. તેમણે કહ્યું કે ઓસી. મીડિયા કંપની માટે આ યોગ્ય પગલું છે. આથી સ્પર્ધા, ગ્રાહકોની સુરક્ષા વધશે અને મીડિયા ક્ષેત્રે સ્થિરતા આવશે. આ હેઠળ પહેલા ગૂગલ અને ફેસબુકને ચૂકવણી માટે ફરજ પડાશે. ત્યારબાદ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી પણ ચૂકવણી માટે જણાવાશે. ટેક કંપનીઓને મીડિયા કંપનીઓ સાથે વાતચીત કરી ચૂકવણીના દર નક્કી કરવા માટે ત્રણ મહિના અપાશે. ત્યારપછી પણ જો સંમતિ નહીં સધાય તો મામલો લવાદ પાસે જશે જેનો નિર્ણય બધાએ માનવો પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post