• Home
  • News
  • ટીમ ઇન્ડિયા અને કિવિઝ વચ્ચે પ્રથમ મેચ આજે ઓકલેન્ડમાં રમાશે, ન્યૂઝીલેન્ડમાં ભારત એકમાત્ર મેચ આ મેદાન પર જ જીત્યું છે
post

ભારત ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં 5 T-20 રમ્યું, માત્ર એક જીત્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:37:42

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T-20 સીરિઝની પ્રથમ મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. ન્યૂઝીલેન્ડમાં ભારત અત્યાર સુધીમાં 5 T-20 રમ્યું છે અને તેમાંથી માત્ર એક જીત્યું છે. ભારતે 8 ફેબ્રુઆરી 2019ના ઓકલેન્ડમાં યજમાનને 7 વિકેટે હરાવ્યું હતું. બંને દેશ વચ્ચે 11 T-20 રમાઈ છે. ટીમ ઇન્ડિયાએ 3 મેચમાં જીત મેળવી, જ્યારે 8માં હારનો સામનો કર્યો છે.

 

ભારત-ન્યૂઝીલેન્ડ છેલ્લે 9 જુલાઈ 2019ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં એકબીજા સામે રમ્યા હતા. ત્યારે કિવિઝે 18 રને મેચ જીતી હતી. ભારત પાસે તે હારનો બદલો લેવાની તક છે. જોકે કપ્તાન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, તે કિવિઝ સામે બદલો લેવાનું વિચારી રહ્યા નથી.

 

ઈજાગ્રસ્ત ધવનની જગ્યાએ રાહુલ ઓપનિંગ કરશે
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ઓપનર શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. તેને 19 જાન્યુઆરીએ કાંગારું સામે ફિલ્ડિંગ દરમિયાન ડાબા ખભે ઇજા થઇ હતી. તેની જગ્યાએ લોકેશ રાહુલ ઓપનિંગ કરશે. રાહુલ વિકેટકીપિંગ પણ કરી શકે છે. જોકે 16 સદસ્યની ટીમમાં વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજુ સેમસન સામેલ છે. ધવનની જગ્યાએ T-20 સ્ક્વોડમાં સંજુને સ્થાન મળ્યું છે.

બોલ્ટ, નીશમ બહાર; વિલિયમ્સનની વાપસી
કિવિઝ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 0-3થી હાર્યું હતું. ભારત સામેની T-20 સીરિઝમાં ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને જેમ્સ નીશમ ઇજાના કારણે બહાર થઇ ગયા છે. જોકે કપ્તાન કેન વિલિયમ્સન વાપસી કરી રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ઈજાગ્રસ્ત થયો હતો.

 

પિચ અને વેધર રિપોર્ટ: ઓકલેન્ડમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 17થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે. મેદાન પર અત્યાર સુધીમાં 20 વનડે રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 9 જીતી અને 8 હારી છે. પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 168 અને બીજી બેટિંગનો એવરેજ સ્કોર 149 રન છે.

 

વર્તમાન ભારતીય ટીમમાં રોહિત અને ન્યૂઝીલેન્ડમાં મુનરો ટોપ સ્કોરર

 

ખેલાડી

ટીમ

T-20

રન

કોલિન મુનરો

ન્યૂઝીલેન્ડ

7

248

રોહિત શર્મા

ભારત

9

198

વિરાટ કોહલી

ભારત

5

197

રોસ ટેલર

ન્યૂઝીલેન્ડ

8

183

કેન વિલિયમ્સન

ન્યૂઝીલેન્ડ

8

165

 

ભારતીય ટી 20 સ્ક્વોડ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર.

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કુગ્લેજિન, કોલિન મુનરો, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ બ્રુસ, ડેરીલ મિશેલ, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ (વિકેટકીપર), હમિશ બેનેટ, ઇશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર

adv

Related News

post
post
post
post
post
post
post