• Home
  • News
  • લોકડાઉનથી ફ્લિપકાર્ટના વ્યવસાયને અસર પરંતુ કોઈ કર્મચારીઓના પગાર નહિ કપાય, નવી ભરતી અટકશે નહી
post

કંપનીના CEO કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તેમની આર્થિક સ્થિતિ ઘણી સારી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 11:04:10

નવી દિલ્હી: અમેરિકન કંપની વોલમાર્ટની માલિકીની ભારતની અગ્રણી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે તેના કર્મચારીઓને ખાતરી આપી છે કે તે કોરોના વાયરસને કારણે કોઈપણ કર્મચારીનો પગાર કાપશે નહિ. કંપનીએ કહ્યું હતું કે આ રોગચાળા પહેલા જેમને નોકરીની ઓફર કરવામાં આવી છે તેમાં પણ કોઈ કાપ મુકવામાં આવશે નહી અને બધાને નોકરી આપવામાં આવશે. ફ્લિપકાર્ટના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કલ્યાણ કૃષ્ણમૂર્તિએ ઓલાઇન ટાઉનહોલનું આયોજન કર્યું હતું. આ ટાઉનહોલમાં 6 હજારથી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ટાઉનહોલમાં CEOએ કર્મચારીઓને ખાતરી આપી હતી કે ચિંતા કરવાની કોઈ વાત નથી.

કંપનીની આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે સારી 
કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, કંપની સંપૂર્ણ સુરક્ષિત છે અને અમારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી છે. ટાઉનહોલમાં સામેલ વ્યક્તિના જણાવ્યા અનુસાર, કૃષ્ણમૂર્તિએ કર્મચારીઓને ખાતરી આપી હતી કે કંપની કર્મચારીઓ, વિક્રેતાઓ અને વેન્ડર ભાગીદારો માટે પ્રતિબદ્ધ છે. કૃષ્ણમૂર્તિએ પણ ખાતરી આપી છે કે કંપનીના કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. આ સિવાય જેમને નોકરીની ઓફર કરવામાં આવી છે તેમને પાછા ખેંચવામાં આવશે નહીં.

લોકડાઉનની અસર ફ્લિપકાર્ટના ધંધા પર પડી છે
21
દિવસના લોકડાઉન લાગુ થતાં ફ્લિપકાર્ટના વ્યવસાયને અસર થઈ છે. ફ્લિપકાર્ટની વેબસાઇટ પર ટોચના વેચાણ કેટેગરીમાં શામેલ સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક અને મોટા ઉપકરણો ઉપલબ્ધ નથી. જો કે, તેનું ગ્રોસરી પ્લેટફોર્મ સુપરમાર્ટ ઓનલાઇન ઓર્ડર લઈ રહ્યું છે. ફ્લિપકાર્ટના ફેશન એફિલિએટ પ્લેટફોર્મ માયંત્રાએ લોકડાઉન દરમિયાન તેની સેવાઓ સ્થગિત કરી દીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post