• Home
  • News
  • મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટઃ નવા CM શિંદેએ સાબિત કરવી પડશે તાકાત
post

વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં ટીમ શિંદેના ઉમેદવાર અને ભાજપના ધારાસભ્ય એવા રાહુલ નાર્વેકરનો વિજય થયો ત્યાર બાદ શિંદે માટે ફ્લોર ટેસ્ટનો માર્ગ વધુ સરળ બન્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 10:36:05

મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે વિધાનસભામાં પોતાની તાકાત સાબિત કરશે. રાજ્યપાલના આદેશ પ્રમાણે બોલાવવામાં આવેલા વિધાનસભાના 2 દિવસીય વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજે ફ્લોર ટેસ્ટ દરમિયાન એકનાથ શિંદેએ સાબિત કરવું પડશે કે, તેઓ બહુમત સાથે સરકારમાં છે.

જોકે ગત રોજ વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં ટીમ શિંદેના ઉમેદવાર અને ભાજપના ધારાસભ્ય એવા રાહુલ નાર્વેકરનો વિજય થયો ત્યાર બાદ શિંદે માટે ફ્લોર ટેસ્ટનો માર્ગ વધુ સરળ બન્યો છે. તેનું કારણ એ છે કે, કેટલા ધારાસભ્યો નવી સરકારના પક્ષમાં છે તે ગઈકાલે જ સ્પષ્ટ થઈ ગયું છે. 

વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણી

ગત રવિવારના રોજ યોજાયેલી વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં ટીમ શિંદે અને ભાજપના સંયુક્ત ઉમેદવાર રાહુલ નાર્વેકરને કુલ 164 મત મળ્યા હતા જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર રાહુલ સાલ્વેના પક્ષમાં 107 મત પડ્યા હતા. 

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત

મહારાષ્ટ્ર વિધાનસભાના કુલ સદસ્યોની સંખ્યા 288 છે જેમાંથી એક ધારાસભ્યનું અવસાન થઈ ચુક્યું છે. શિવસેનાના 39 બળવાખોર સદસ્યોને કાઢ્યા બાદ કુલ સદસ્યોની સંખ્યા 248 થાય છે. ત્યાર બાદ બહુમતનો આંકડો 125 થાય છે. સ્પીકર પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 મત મળ્યા હતા. જો તેમાંથી 39 સદસ્યોના મત ઘટાડી દેવામાં આવે તો પણ આંકડો 125 આવે છે. 

તેવામાં જો મતદાનમાં સહભાગી ન બનનારી પાર્ટીઓ સપા, એઆઈએમઆઈએમ અને સીપીએમના ધારાસભ્યો તથા જેલમાં બંધ એનસીપીના ધારાસભ્ય અનિલ દેશમુખ તથા નવાબ મલિક પણ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં મત આપે તો પણ તેમની સંખ્યા 125એ નહીં પહોંચી શકે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post