• Home
  • News
  • ચીની એપ પર પ્રતિબંધ પછી હવે ભારતની સરહદે આવેલા દેશો સરકારી હરાજીમાં ભાગ નહીં લઈ શકે
post

જો પ્રથમ તબક્કો પસાર થઈ ગયો હશે તો સામાન્ય સ્થિતિમાં ટેન્ડર રદ થઈ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-24 09:42:20

નવી દિલ્હી: ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યા પછી ભારત સરકારે ચીન પર વધુ એક આર્થિક પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું છે. ભારત સાથે સરહદ ધરાવતા દેશો હવે સરકારી હરાજીમાં હિસ્સો લઈ શકશે નહીં. દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ પરિવર્તન કરાયું છે. 

વ્યય વિભાગના આદેશ મુજબ ભારતની જમીની સરહદ સાથે જોડાયેલા દેશો કે ત્યાંની કંપનીઓ ભારતમાં કોઈપણ સરકારી સામાન, સેવા કે કામ માટે જો ભારતમાં નોંધાયેલા હશે તો જ બોલી લગાવી શકશે. ડીપીઆઈઆઈટી દ્વારા બનાવાયેલી નોંધણી સમિતિ તેના માટે સક્ષમ ઓથિરિટી ગણાશે. આ ઉપરાંત વિદેશ અને ગૃહમંત્રાલયની પણ મંજૂરી લેવાની રહેશે. આ આદેશમાં જાહેર ક્ષેત્રની બેન્કો, નાણાંકીય સંસ્થાઓ, સ્વાયત્ત એકમો, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ અને સરકાર કે તેની સાથે જોડાયેલા એકમો પાસેથી નાણાંકીય મદદ લેતા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ધરાવતા પ્રોજેક્ટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે રાજ્યોના મુખ્ય સચિવોને આ અંગેનો પત્ર લખી આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે. 

નવો આદેશ નવા તમામ ટેન્ડરને લાગુ પડશે. જે ટેન્ડર પહેલાં મંગાવી ચૂકાયા છે તેમાં જો ક્વોલિફિકેશનનો પ્રથમ તબક્કો પૂરો નહીં થયો હોય તો બોલી માટેના નિયમો હેઠળ નોંધાયેલા નહીં હોય તો તેમને અયોગ્ય ઠરાવાશે. જો પ્રથમ તબક્કો પસાર થઈ ગયો હશે તો સામાન્ય સ્થિતિમાં ટેન્ડર રદ થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post