• Home
  • News
  • પહેલીવાર ફિફાનો ઈતિહાસ બદલાયો:હવે અમેરિકા, મેક્સિકો અને કેનેડા 2026 વર્લ્ડ કપને હોસ્ટ કરશે; 16 શહેરોના નામ જાહેર
post

80માથી 60 મેચ અમેરિકામાં રમાશે, 10-10 કેનેડા અને મેક્સિકોમાં આયોજિત થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-18 16:19:55

2006 ફિફા વર્લ્ડ કપ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં આયોજિત કરાશે. ફિફાના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ત્રણ દેશોને વર્લ્ડ કપને હોસ્ટ કરવાનું સોંપાશે. દુનિયામાં ફુટબોલ સંચાલિત કરનારી સંસ્થા ફિફાએ ગુરુવાર રાત્રે વર્લ્ડ કપના આગામી સંસ્કરણ માટે 16 હોસ્ટ શહેરની જાહેરાત કરી દીધી છે. જેમાં 32 કરતા 48 ટીમો ભાગ લેવા જઈ રહી છે. અત્યારે વર્લ્ડ કપની તાજેતરની સિઝન કતારમાં રમાઈ રહી છે, જે 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે આયોજિત કરાશે. જેમાં 32 ટીમો જ ભાગ લઈ રહી છે.

80માથી 60 મેચ અમેરિકામાં રમાશે, 10-10 કેનેડા અને મેક્સિકોમાં આયોજિત
2026
મા આયોજિત આ ટૂર્નામેન્ટમાં 80માંથી 60 મેચ અમેરિકામાં રમાવા જઈ રહી છે. કેનેડા અને મેક્સિકોમાં 10-10 મેચ રમાશે. અમેરિકી ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ કાર્લોસ કોરડેરિયોએ કહ્યું, આ અદ્વિતીય છે અને ઉત્તરી અમેરિકામાં ફુટબોલ જગત માટે ગર્વની ક્ષણ છે.

ક્યાં-ક્યાં મેચ રમાશે

·         અમેરિકાઃ એટલાન્ટા, બોસ્ટન, ડલાસ, હ્યૂસ્ટન, કૈન્સાસ, લોસ એન્જિલસ, મિયામી, ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયા, સેન ફ્રાંન્સિસ્કો, સિએટલ

·         મેક્સિકોઃ ગૌડાલાજારા, મેક્સિકો સિટી, મોન્ટેરી

·         કેનેડાઃ ટોરેન્ટોસ વેંકૂવર

20 વર્ષ પહેલાં જાપાન-કોરિયાએ હોસ્ટ કર્યું હતું
20
વર્ષ અગાઉ 2002મા જાપાન અને દક્ષિણ કોરિયાએ મળીને વર્લ્ડ કપ હોસ્ટ કર્યો હતો. મોસ્કોમા આયોજિત 68મા ફિફા કોંગ્રેસ સંમેલનમાં રાષ્ટ્રીય ફુટબોલ સંઘોએ અમેરિકા, મેક્સિકો અને કેનેડાના પક્ષમા મતદાન કર્યું હતું.

વોટિંગમા મોરક્કોને હરાવ્યું
મોસ્કોમા ફિફા કોન્ફેરન્સમા અમેરિકા, મેક્સિકો અને કેનેડાએ સંયુક્ત રીતે 2026 વર્લ્ડ કપ માટે દાવેદારી રજૂ કરી હતી. આ ત્રણેય દાવેદારીની ચૂંટણીમાં મોરક્કોને હરાવ્યું હતું. અહીં 200થી વધુ રાષ્ટ્રીય ફુટબોલ સંઘોએ મતદાન કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post