• Home
  • News
  • નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં 144 કિલોવોટ વીજ ઉત્પાદન કરતા 41 સોલર ટ્રી સતત બીજા વર્ષે શોર્ટસર્કિટથી બંધ, સપ્તાહ બાદ રિપેર કરાશે
post

આશરે રૂ.110 કરોડના ખર્ચે બનાવાયેલા મેમોરિયલમાં સતત બીજા વર્ષે સોલર ટ્રી નકામાં બન્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 09:52:14

દાંડીકૂચની યાદમાં નવસારીના દાંડી ગામ ખાતે 30 જાન્યુઆરી, 2019ના રોજ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ વડા પ્રધાન મોદીએ ખુલ્લું મૂક્યું હતુ. IIT બોમ્બે દ્વારા તેની ડિઝાઇન અને તેનું અમલીકરણ કરાયું છે. મેમોરિયલમાં 41 સોલર ટ્રી લગાવાયાં છે, જેમાંથી દરરોજ 144 કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી જીઇબીને આપવામાં આવે છે અને કુલ વીજ ઉત્પાદનમાંથી મેમોરિયલનું બિલ બાદ કરાય છે. જોકે હાલમાં વરસાદના કારણે સોલર ટ્રીના વાયરમાં શોર્ટસર્કિટ થવાથી બંધ થઇ ગયું છે. ગત વર્ષે પણ વરસાદને કારણે શોર્ટસર્કિટથી પેનલ ખોટવાઈ ગઈ હતી. આશરે રૂ.110 કરોડના ખર્ચે બનાવાયેલા મેમોરિયલમાં સતત બીજા વર્ષે સોલર ટ્રી નકામાં બન્યાં છે.

કાયમી નિરાકરણ માટે સૂચના અપાઈ
નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલના ડો. કાળુભાઇ ડાંગરે જણાવ્યું હતું કે આ વર્ષે પણ સોલર ટ્રીની વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાને કારણે વીજળી ઉત્પાદન બંધ છે. આનું કાયમી નિરાકરણ લાવવા માટે સૂચના અપાઈ છે. આવતા સપ્તાહે ટીમ કામગીરી કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post