• Home
  • News
  • Forbes Billionaires List : દુનિયાના સૌથી ધનવાન 10 અમીરોમાં 9 બિઝનેસમેન અમેરિકાના, જાણો આખુ લિસ્ટ
post

દુનિયાના 10 સૌથી અમીર લોકોની યાદીમાં 9 બિલિયોનેર બિઝનેસમેન અમેરિકાના છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-04 19:12:32

Forbes Billionaires List: ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ વિશ્વના ટોચના અમીર લોકોની નેટવર્થ, તેમની સંપત્તિમાં થયેલા નફા અને નુકસાન વિશે માહિતી આપે છે. હાલમાં ફોર્બ્સની યાદીમાં જાણવા મળ્યું કે ટોચના 10 સૌથી અમીર લોકોમાંથી 9 બિલિયોનેર અમેરિકાના છે. હાલમાં અમેરિકન ઈકોનોમીમાં ઘણી હલચલ ચાલી રહી છે અને તાજેતરમાં અમેરિકન ઈકોનોમીને શટડાઉનમાંથી બચાવી લેવામાં આવી છે. જો કે દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં અમેરિકન બિલિયોનેરનો દબદબો જોવા મળે છે. 

1.  એલોન મસ્ક

Tesla ઈલેક્ટ્રીક કારના CEO અને X ના માલિક એલોન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે 6 કંપનીઓ છે જેમાં રોકેટ પ્રોડ્યુસર સ્પેસએક્સ અને ટનલિંગ સ્ટાર્ટઅપ બોરિંગ કંપનીનો સમાવેશ થાય છે. એલોન મસ્ક 52 વર્ષના છે અને ફોર્બ્સની બિલિયોનેર લિસ્ટ મુજબ, મસ્કની કુલ નેટવર્થ $249.9 બિલિયન છે. તે અમેરિકાના ટેક્સાસના છે.

2. બર્નાડ અર્નાલ્ટ એન્ડ કંપની 

બર્નાડ અર્નાલ્ટ એન્ડ કંપની દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ ધરાવે છે. 74 વર્ષના બર્નાડ અર્નાલ્ટ $182.7 બિલિયનની સંપતિ ધરાવે છે. તેઓ ફ્રાન્સમાં રહે છે.

3. જેફ બેજોસ

59 વર્ષીય જેફ બેજોસ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક છે. તેમની નેટવર્થ $147.6 બિલિયન છે અને તેઓ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના છે.

4. લૈરી એલિસન

ઓરેકના માલિક લૈરી એલિસન $134.2 બિલિયનની નેટવર્થના માલિક છે. 79 વર્ષીય લૈરી એલિસન અમેરિકાના કેલીફોર્નીયામાં રહે છે. 

5. વોરેન બફેટ

વોરેન બફેટ પાસે હાલ $114.9 બિલિયનની સંપતિ છે. તેઓ બાર્કશાયર હાથવેના માલિક છે. વોરેન બફેટ 93 વર્ષના છે અને અમેરિકાના નેબરાસ્કાના છે. 

6. લૈરી પેજ 

 લૈરી પેજ દુનિયાના છઠ્ઠા સૌથી અમીર માણસ છે અને $111.4 બિલિયનની સંપતિના માલિક છે. 50 વર્ષના  લૈરી પેજનું નામ ગૂગલ સાથે જોડાયેલું છે. અમેરિકાના કેલીફોર્નીયામાં રહે છે. 

7. બિલ ગેટ્સ

માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ 67 વર્ષના છે અને દુનિયાના 7માં સૌથી અમીર વ્યક્તિ છે. $107.2 બિલિયનની સંપતિના માલિક બિલ ગેટ્સ અમેરિકાના વોશિંગ્ટનના છે.

8. સર્ગી બ્રિન

તેઓ 50 વર્ષના છે. સર્ગી બ્રિનની સંપતિ $107 બિલિયન છે. અમેરિકાના કેલીફોર્નીયામાં રહે છે. 

9. માર્ક ઝકરબર્ગ

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ દુનિયાના ટોપ 10 અમીરોમાં 9માં સ્થાને છે. તેમની ઉંમર 39 વર્ષ છે.  માર્ક ઝકરબર્ગ અમેરિકાના કેલીફોર્નીયામાં રહે છે. 

10. સ્ટીવ બાલ્મર

સ્ટીવ બાલ્મરની ઉંમર 67 વર્ષ છે. $96.5 બિલિયન નેટવર્થ સાથે 10 સ્થાન ધરાવે છે. તેઓ અમેરિકાના કેલીફોર્નીયામાં રહે છે.